જેની આંખમાં કમળો હોય તેને બધુ પીળું જ દેખાયઃ કોંગ્રેસ પર વરસ્યા રૂપાણી

749

કોંગ્રેસ પ્રમુખની ઘડીઓ ગણાઈ રહી છે એટલે નફ્ફટ થઈને આવા નિવદેનો આપે છે ગુજરાતના શિક્ષણને વૈશ્વિક કક્ષાએ લઈ જવાનું છે,વિરોધીઓને ગુજરાત વિકાસ કરે તે ગમતુ નથી, વિકાસનું રોલ મોડલ ગુજરાત બન્યુ
(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાળકાર્યના પાંચ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા ઉજવણીની કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૭ ઓગષ્ટ, ૨૦૧૬ના રોજ ૧૬માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. ૭ ઓગસ્ટે તેમનો ૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. જેને લઈ ૧ થી ૯ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજી પાંચ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી કરવામાં આવનાર છે. શાળાના ઓરડા, પંચાયત ઘર અને આંગણવાડીના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીનું સંબોધન કરતા કહ્યું કે ગુજરાત નસીબદાર છે ૧૩ વર્ષ સુધી વડાપ્રધાન મોદીનું નેતૃત્વ મળ્યુ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમે જ્ઞાનની વાત કરી તમે અજ્ઞાનની વાત કરો છો, ભાજપની સરકાર કહે છે તે કરે છે. એટલું જ નહીં પાંચ વર્ષમાં અમે જનતાના સપના સાકાર કરવાના કામો કર્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અમે વિકાસની વાત કરી તમે વિનાશની વાત કરો છો. આ વિરોધ કરીને તમે સાબિત કર્યું કે તમે વિપક્ષને પણ લાયક નથી. મહત્વનું છે કે પાંચ વર્ષના કાર્યકાળમાં અનેક મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે તેને લઈ પાંચ વર્ષ દરમિયાન કરેલા કામોનો હિસાબ આપવામાં આવી રહ્યો છે.મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત વિકાસનું રોલ મોડલ બની રહ્યુ છે. અમે સર્વોત્તમ ગુજરાત બનાવવા આગળ વધી રહ્યા છે અને વિરોધીઓને ગુજરાત વિકાસ કરે તે ગમતુ નથી. મુખ્યમંત્રીએ જણાવ્યું છે આ ઉજવણી નથી આ ૯ દિવસ ચાલનારો સેવાયજ્ઞ છે આ સેવાયજ્ઞમાં તમામ સેક્ટરો આવરી લેવામાં આવ્યા છે, ગુજરાતના શિક્ષણને વૈશ્વિક કક્ષાએ લઈ જવાનું છે ગામડાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવીટી ઉભી કરી સ્કૂલ ઓફ એક્સલન્સ તરફ આગળ વધી રહ્યા છે. સીએમ રૂપાણીને જણાવ્યું કે ૫ હજાર કરોડથી વધુને વિકાસ કાર્યોની વાત છે. બજેટમાં સૌથી વધુ ૩૧ હજાર કરોડ શિક્ષણ વિભાગને ફાળવ્યા છે. પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં નવા ઓરડા, બિલ્ડીંગ બનાવ્યા છે. આજે પણ ૧ હજાર નવા ઓરડાનું લોકાર્પણ કર્યું છે. ૧૨ હજાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કર્યું. પ્રાથમિક શાળાઓ સુધી ઈન્ટરનેટ પહોંચાડ્યું છે. કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે ’સીએમ બદલાવાના છે એટલા માટે આવી ઉજવણીઓ કરે છે. જેના જવાબમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે ’એમની ઘડીઓ ગણાઈ રહી છે એટલે નફ્ફટ થઈને આવા નિવેદનો કરે છે, મારે આમા શું કહેવું.