નારી ગામે ખેડૂતો દ્વારા BMCની ટી.પી. સ્કીમનો ભારે વિરોધ કરાયો

763
bvn1842018-10.jpg

ભાવનગર મહાપાલિકાના નગર રચના અર્થે નારી ગામના અનેક ખેડૂતોની ૪૦ ટકા જમીનો હસ્તગત કરવાનો ઠરાવ કરવાના નિર્ણયને નારી ગામના ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગર મહાપાલિકા દ્વારા તાજેતરમાં નવા પ ગામોનો સમાવેશ મહાપાલિકા હેઠળ કરવામાં આવ્યો છે. જેમાં નારી ગામનો પણ સમાવેશ થાય છે. નવા સિમાંકન મુજબ આ ગામમાં નગર રચના હેઠળ નારી ગામના કેટલાક ખેડૂતોની માલિકીની કુલ જમીનો પૈકી ૪૦ ટકા જમીનો વિકાસકાર્યો માટે બીએમસી દ્વારા હસ્તગત કરવાની વાત આવી છે જે ટી.પી. સ્કીમ હેઠળ કપાત ગણાય છે. આ બાબતનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી આ ટી.પી. સ્કીમનો વિરોધ કરી રહ્યાં છે. 
સાથોસાથ એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો જમીનનો ૪૦ ટકા હિસ્સો કાપવામાં આવશે તો મહારાષ્ટ્રના ખેડૂતોની જેમ આત્મહત્યાનો માર્ગ અખત્યાર કરતા અચકાશું નહીં તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપી છે.

Previous articleસર ટી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગને માંદગીનું ગ્રહણ લાગ્યું
Next articleદડવા ગામે દલીત સમાજના બે જુથ વચ્ચે મારામારી સર્જાઈ