ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત બે મહિલાના ઘટનાસ્થળે મોત

834
guj1842018-3.jpg

સુરેન્દ્રનગર-લીંબડી હાઈવે ઉપર આજે બપોર ના સમયે લીંબડી થી ત્રણ કીલોમીટર દુર ડમ્પર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા બે મહીલા ના ધટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ આજે બપોર ના સમયે સુરેન્દ્રનગર-લીંબડી હાઈવે ઉપર લીંબડી થી ત્રણ કીલોમીટર દુર અકસ્માત સર્જાયો હતો ડમ્પરે કાર ને પાછળ થી જોરદાર ટક્કર મારતા  હીનાબા અને ઈન્દુબા બન્ને મહીલા નુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી જ્યારે બે વર્ષની બાળકી નીસીતાબા.કાર ચાલક હીતેશ ઠાકર અને મહીલા હંસાબા પરમાર ને ઈજા થતા ૧૦૮ મારફતે લીંબડી દવાખાને લઈ ગયેલ જ્યા ઈજા ગંભીર હોવાને કારણે તાત્કાલીક અમદાવાદ રીફર કરેલ છે આ ધટનાની જાણ લીંબડી પોલીસ ને થતા તાત્કાલીક ઘટના સ્થળે  પહોચી જરૂરી કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક ફરાર થઈ ગયેલ છે અકસ્માત નો ભોગબનાર તમામ રાણપુર ના રહેવાસી છે આ ઘટનાની જાણ રાણપુર વાસીઓને થતા રાણપુરમા શોકનુ મોજુ વળ્યું હતું.

Previous articleટુંક સમયમાં ATM રોકડ ઉપલબ્ધ થશે : નીતીન પટેલ
Next articleરાજ્યમાં ત્રણ નવા સફારી પાર્કને મળી મંજૂરી, ૧ને અપગ્રેડ કરાશે