ગારિયાધાર ખાતે વાલમરામબાપાની પૂણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા નિકળી

610
guj21418-1.jpg

ગારિયાધાર શહેરમાં વાલરામબાપાની ૧૩રમી પૂણ્યતિથિની ઉજવણી નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમોની સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
આજરોજ તીથી નિમિત્તે ગારિયાધાર શહેર રાત્રિદરમ્યાન પણ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને સવારથી જ બટુક ભોજન, મહાપ્રસાદ જેમાં હજારો લોકો દ્વારા પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અત્રેની પટેલ વાડી ખાતે સર ટી. હોસ્પિ.ના વ્યવસ્થાપન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૮૦ બોટલ લોહી એકત્ર થયેલ. ત્યારબાદ વિશાળ શોભાયાત્રા જેમાં ટ્રેક્ટરોની ટ્રોલીમાં વિવિધ સાંસ્કૃતિક ફ્લોટસ અને બળદગાડા તથા ઘોડેસવારે દ્વારા શોભાયાત્રા સાંસ્કૃતિક દર્શાવેલ.
શોભાયાત્રાના રૂટ પર વિવિધ પ્રસાદી તથા ઉનાળાની ગરમીના કારણે આઈસ્ક્રીમ અને સરબતોનું વિતરણ કરવામાં આવેલ. પ્રસાદીના સ્ટોલોમાં હિન્દુ-મુસ્લિમ તમામ સમાજ દ્વારા આયોજન કરી કોમી એક્તાના દર્શન થયેલ.
સાંજે શોભાયાત્રા અત્રની વાલમપીરબાપાની જગ્યા પર પૂર્ણ થઈને મહંત વજુબાપુના આશિર્વાદ મેળવી ગ્રામજનો દ્વારા રાત્રિના લોકડાયરો માણવામાં આવેલ.

Previous articleઅલંગ ખાતેથી ચોરી કરેલ ભંગાર સાથે એક શખ્સ જબ્બે
Next article શેવડીવદર ગામેથી દેેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લેવાઈ