કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગર ની બીબીઍ કૉલેજ પોતાના સ્થાપના વર્ષ ૧૯૯૯ થી ઍક યા બીજી રીતે વિદ્યાર્થીઓ નાં સર્વાંગી ઘડતરમાં અનેકવીધ પ્રવૃતિઓ દ્વારા અમૂલ્ય યોગદાન આપતી રહી છે. આજે દેશ – વિદેશમાં બીબીઍ કૉલેજ ગાંધીનગર નાં વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ક્ષેત્રે અમુલ્ય યોગદાન આપી રહ્યા છે.અને ઍજ પરંપરા ને આગળ વધારતા અભ્યાસનાં ભાગ રૂપે તેમજ સાંપ્રત સમય માં ઔધોગીક ક્ષેત્ર માં ચાલતા વ્યહવારીક જ્ઞાનને પ્રત્યક્ષ રીતે સમજવા માટે આજ રોજ ૭૧ વિદ્યાર્થીઓ ઍ અમદાવાદ સ્થિત રામદેવ મસાલા પ્રાઇવેટ લિમિટેડ ની મુલાકાત લીધી હતી.
કંપનીની સ્થાપના રામભાઈ છગનદાસ પટેલ નામના શ્રેષ્ઠી દ્વારા કરવામાં અવી હતી. હાલ કંપનીના ચેરમેન તરીકે હસમુખભાઈ કાર્યરત છે. કંપની દ્વારા ગત વર્ષે ૫૦ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવા માં અવી હતી. અત્રે ઉલ્લેખનીય છે. કે કંપની ને ૨૦૦૫માં ૈંર્જીં નું સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયેલ છે. વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વ પૂર્ણ બાબત એ રહી કે મોટાભાગે કોઈપણ કંપની ની ઔધોગિક મુલાકાત દરમ્યાન તેઓ ને ફાઈનાન્સ,એચ.આર.વિભાગ તેમજ એકાઉંન્ટ અને ઓડીટ વિભાગ અને સંશોધન તેમજ વિકાસ (ઇશ્ડ્ઢ) વિભાગ તેમજ માર્કેટિંગ વિભાગ જેવા તમામ વિભાગના મહત્વપૂર્ણ પાસાઓ સમજાવ્યા જે ખુબ ઓછી જગ્યા એ સમજાવવા માં આવે છે. સાથે સાથે કંપની દ્વારા પ્રોડક્શન પ્રોસેસ બતાવવા માં આવી જેમાં પ્રોડક્શન ના તમામ સ્ટેજ જેવાકે મેટલ ડીટેકશન ઇન હાઉસ ટેસ્ટીંગ બ્લેન્ડિંગ, સીલ્વિંગ એસ એસ ગ્રાઈન્ડર રોસ્તિંગ વગેરે સમજાવવા માં આવ્યું. હાલ કંપની માં ૧૪૦૦ લોકો કાર્યરત છે. તેમજ કંપની ગ્રાહકો ને ધ્યાન માં રાખી તમામ ક્ષેત્રે કાળજી રાખે છે. તે બાબત સમજાવવા માં આવી.
આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓમાં ઔદ્યોગીક ક્ષેત્રેની કામગીરીનું વ્યવહારીક જ્ઞાન તેમજ કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુથી વિદ્યાર્થીઓને બે જુથોમાં વહૅચાઈ ઇંડસ્ટ્રિનું જ્ઞાન મેળવ્યુ હતુ. વિદ્યાર્થીઓ નું ગ્રૂપ ઍક પછી ઍક વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
વિઝિટ ના છેલ્લા તબક્કામાં બીબીઍ કૉલેજનાં વિદ્યાર્થી દ્વારા પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે કૉલેજ દ્વારા આયોજીત આ વિઝિટ વિદ્યાર્થીઓમાં ધંધો તેમજ ધંધા ના સંચાલન નું કૌશાલય શિખવે છે અને વિદ્યાર્થીઍ કંપની તેમજ તેના સંચાલકઑ નો આભાર વ્યક્ત કર્યો હતો.રામદેવ કંપની ઘણા સમયથી સફળતા પૂર્વક ફૂડ પ્રોડક્ટ નાં ઉત્પાદન તથા વેચાણ સાથે સંકળાયેલી છે. આ વિદ્યાર્થીઓ ૩૬ ની સંખ્યા માં બે જુથોમાં વહૅચાઈ પ્લાન્ટની મુલાકાત કરી હતી તેમજ સંચાલનનાં સિદ્ધાંતોને આ પ્રકારના વ્યવસાયો માં કઈ રીતે વ્યહવારુ રીતે અમલી બનાવી શકાય તેની તલસ્પર્શી માહિતી પ્રાપ્ત કરી હતી. સમગ્ર મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓની ટેક્નિકલ તેમજ તમામ મશીનરી અને તેના ઉપયોગ વિષે માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ