પાલીતાણાના સગાપરા ગામે વાડીમાં આગ : શેરડીનો પાક બળીને ખાક

783
bvn24418-1.jpg

પાલીતાણા તાલુકાના સગાપરા ગામે એસએસ સબ સ્ટેશનની બાજુમાં આવેલ જોરૂભાઈ લાલાભાઈ મોભ સર્વે નં.૧૦૯ની વાડીમાં સવારે ૧૧ કલાકે પોતાની વાડીમાં રહેલ ઘઉંના નકામા પડેલા ડૂંડાને સળગાવતા આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પોતાની જ વાડીમાં રહેલા શેરડીના પાકમાં આગ લાગતા વાડી માલિકે પાલીતાણા ફાયર ફાઈટરને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો અને આ ઘટનાની જાણ થતા પાલીતાણા મામલતદાર કચેરીના અધિકારી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ આગમાં કોઈ જાનહાની થઈ નહોતી ને આ આગમાં શેરડીનો પાક પણ બળી જતા મોટુ નુકશાન થયું હતું અને રૂા.અંદાજીત રૂા.૬પ૦૦૦નો પાક બચાવી લેવામાં આવ્યો હતો.

Previous article ચિત્રા જી.આઈ.ડી.સી.માં મોડીરાત્રે ટોળાનો આતંક : સામસામે ફરિયાદ
Next article ચિત્રા : પ્લાસ્ટીકના ભંગારના ડેલામાં વિકરાળ આગ