સિહોરના રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

692
bvn27418-2.jpg

સિહોરના ગુંદાળા રામનગરના રહેણાંકી મકાનમાં સિહોર પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની ૬૪ બોટલો સાથે શરદ રાઠોડ નામના શખ્સને ઝડપી લીધો હતો.
સિહોર પોલીસ આજે રાત્રીના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સિહોર ગુંદાળા રામનગરમાં રહેતો શરદ રાઠોડ દારૂનો વેપલો કરે છે ચોક્કસ બાતમીના આધારે પોલીસ અધિકારી પીએસઆઇ સોલંકી અને સ્ટાફે રેડ કરતા ૬૪ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવતા કબ્જે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને બુટલેગર શરદ નામના વ્યક્તિની આગવી ઢબ પૂછપરછ હાથ ધરીને દારૂ ક્યાંથી આવ્યો માલ કોનો છે કેટલા સમય થી દારૂનો વેપલો કરે છે જેની જીણવટભરી પોલીસે તપાસ આદરી છે રેડમાં તરૂણભાઈ બારોડ, રમેશભાઈ છેલાણા, અશોકસિંહ, હરેશભાઈ મહેતા, જયતુંભાઈ, પદુભાઈ સહિત કામગીરીમાં જોડાયા હતા.

Previous article મહિલા કોલેજ પાસે ઝાડ ધરાશાહી
Next article રાજુલાના પીપરૂ નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત