બાકી નાણા માટે ધરણા પર બેઠેલા ૩પ સામે કેસ કરી જેલમાં ધકેલી દીધા

918
guj27418-4.jpg

પોતાના હકકના રૂપિયા ન મળતા રિલાયન્સ સામે બેઠેલ બાકીદારોને પોલીસ દમન કરાવી રીલાઈન્સ નેવલ કંપનીએ ૩પ બાકીદારો ઉપર કેસ કરી કોર્ટ હવાલે કરતા ખળભળાટ મચી ગયો. આ બાબતે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ર૦૦૦ લોકો સાથે કંપનીના ગેટ પર ધામા નાખશે.
ચોર ઉપર સીના જોરી કરતી રીલાઈન્સ કંપનીએ કોન્ટ્રારોના બાકી નિકળતા રૂપિયા ન આપી ઉપરથી પોલીસ દમન કરાવવી માંડવા ઉખેડી દીધાથી ૪પ દિવસથી ચાલતા આંદોલનને તોડી પાડવા અને લેબરો કોન્ટ્રાકટરોનું શોષણ કરતી કંપની માટે ૩પ ઉપર બાકીદારોએ મરીન પોલીસ મથકે પ્રવિણભાઈ રામની આગેવાનીમાં ન્યાય આપવા ધામા નાખ્યા તો તમામ ઉપર પોલીસ દ્વારા કેસ ઠોકી તમામને આજે કોર્ટ હવાલે કરતા સમસ્ત બાબરીયાવાડમાં ખળભળભાટ મચી ગયો છે. આ બાબતે ધારાસભ્ય અંબરીષભાઈ ડેરની આગેવાનીમાં આજે એટલે તા. ર૭-૪ને શુક્રવારે રીલાઈન્સ કંપની ના મુખ્ય ગેટ પર સાંજના ૪ વાગ્યાથી ૬ વાગ્યા સુધીમાં  ર૦૦૦ હજાર લોકો સાથેધ ામા નાખશે. આંદોલનકારીઓ પોતાના હકકના પરસેવાના રૂપિયા માંગે છે. અને રીલાઈન્સ નેવર કંપની તેના પરસેવાના રૂપિયા હડપ કરવા યેન કેન પ્રકારે આંદોલન તોડવા પ્રયાસો કરી રહી છે. પણ જેમ જેમ આંદોલન તોડવા પ્રયાસો કરે છે. પોલીસ પાસે જો હુકમી કરાવે છે. તેમ તેમ આંદોલન વધુ વેગ પ્રવિણરામની આગેવાનીમાં પકડતુ જાય છે. ત્યારે હવે ધારાસભ્ય બાકીદારોની હકકની લડાઈમાં ઝંપલાવ્યું છે જોઈએ તેનું શું પરિણામ આવે છે. પણ એટલું ચોકકસ છે. પાયમાલ થઈ ગયેલ બાકીદારો પોતાના હકકના રૂપિયા ગમે તે ભોગે લેવાના પ્રયાસો ચાલુ રાખશે જે તમામને પોલીસ કેસ કરી કોર્ટ હવાલે કરતા અને તમામ આંદોલનકારીઓને અમરેલી ખાતે સબ જેલમાં મોકલી દેવાયા છે. 

Previous article સિહોરના વડલા ચોકમાં ખેડૂતના પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા, રેલી, આવેદન
Next article દહીંથરા ખાતે વીડીયો પ્રોજેકટર ઉપર સ્થાનિક પંચાયતી રાજનો સંદેશો આપ્યો