લુપ્ત થતા ગીધની જાળવણી નાગેશ્રીના ખેડૂતો આર્થિક બોજ સહન કરીને પણ કરી રહ્યા છે

1335
guj27418-5.jpg

હસતા હસતા નાળીયેરનો પાક ગીધો  માટે જતો કરે છે . ત્યારે ગીધ રાજુલા પંથક માં બચવા પામ્યા છે લુપ્તતા ના આરે પહોચેલ ગીધ ની નવી વસાહતો રાજુલા ગ્રામ્ય વિસ્તારો માં નોંધાઈ છે અહી રાજુલા ના જાપોદર ગામ માં મહા મુલા ગીધ ની ખુબ વસાહત હતી ત્યારે અહી ધાતરવડી ડેમ ૨ બનતા  જાપોદર ગામ સંપૂર્ણ ડુબ માં ગયેલ જેથી અહી ગીધો નાવસવાટ પણ અન્ય સ્થળાંતર થયેલો ત્યારે નાગેશ્રી નજીક માલિકી ની વાડી વિસ્તારમાં , ડુંગર ગામ નજીક તેમજ વિકટર  આસરાણા નજીક ગીધો ની વસ્તી ખાસી જુવા મળી રહી છે જેનો મતલબ અહી ગીધ ખુબ સુરક્ષિત છે અહીના લોકો જ ગીધ ની ખુબ જાળવણી કરી રહ્યા છે જેના કારણે જ ગીધ અહી બચવા પામ્યા છે અમરેલી જીલ્લા માં માત્ર બેત્રણ વિસ્તારો માં જ ગીધ જોવા મળે છે ત્યારે અહી ગીધ ની જાળવણી અહીના લોકો ને આભારી છે જેથી જ આ લુત્પ થઇ રહેલ ગીધ ની પ્રજાતિ અહી બચવા પામી છે અમરેલી જીલ્લા ના રાજુલા નાગેશ્રી ડુંગર વિકટર આસપાસ હાલ ગીધ ની વસાહતો બચવા પામી છે અહી નાગેશ્રી નજીક ભીમ ભાઈ વરૂ ની વાડી માં ગીધની વસાહત છે અહી નાળીયેરી માં ગીધ નો કાયમી વસવાટ છે ત્યારે નાળીયેર ની સીજન હોવા છતાં આ વાડી માલિકો ગીધ ની રક્ષા માટે પોતાનો નાળીયેર નો પાક પણ ઉતારતા નથી અને આર્થિક નુકશાન પણ વેઠી ગીધ ની પ્રજાતિ ને બચાવી રહ્યા છે તેમજ ગીધ નું બચું કદાચ નાળીયેર નીચે માળા માંથી પડી જાય તો ૨૫ થી ૩૦ ફીટ ઉંચી નાળીયેરી માં તેઓ ચડી સુરક્ષિત રીતે ગીધ ના બચા ને મૂકી આવે છે ત્યારે આર્થિક ખોટ સહન કરી ને પણ આ વાડી માલિકો ગીધ ની જાળવણી કરી રહ્યા છે , ખાસ કરી અમરેલી જીલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરી,  દીલુંભાઈ વરુ,  ભુપેન્દ્રભાઈ ખુમાણ , સંજય દોંગા ભયલુભાઈ સહીત ના અગ્રણી ઓ પણ ગીધ ની વસ્તી વધે તે માટે લોક જાગૃતિ ની કામ કરી રહ્યા છે અહી સિંહો ની વસ્તી રાજુલા પંથક માં ખુબ છે અને સિંહો જે મારણ કરે તે મારણ આ ગીધો નો ખોરાક છે જેથી અહી ગીધ બચવા પામ્યું તેનું કારણ સિંહ પણ છે ખાસ કરી ગીધ કુદરતી સફાઈ કામદાર છે જે સડી ગયેલા માલ ઢોર જ આરોગી કુદરતી સફાઈ કરે છે ત્યારે આ વિસ્તાર માં ડુંગર , આસરાના , વિક્ટર નાગેશ્રી રાજુલા સહીત ના ગામો માં ગીધ બચવા પામ્યા છે જેનું કારણ ગીધ ની જાળવણી અને લોક જાગૃતિ અહી સારી છે અહી ખાસ કરી ઇન્ડિયન ગીધ  ગિરનારી ગીધ , સફેદ પીઠ ગીધ , જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરી ગીધ ની સંખ્યા ગીધ ની ગણતરી કરવા માં આવે તો અહી રાજુલા પંથક માંથી જ સારા સમાચાર મળી શકે નું પ્રકૃતિ પ્રેમી ઓ જણાવી રહ્યા છે

Previous article વલ્લભીપુરમાં મા-બાપને ભુલશો નહીં ગ્રુપ દ્વારા સુંદર કામગીરી
Next article નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ફેકલ્ટી ડેવલપ સેમિનાર યોજાયો