પાલીતાણામાં હિરાના કારખાનામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર બે આરોપી ઝડપાયા

1166
bvn852018-9.jpg

પાલીતાણાના પોપડા વિસ્તારમાં આવેલ હિરાના કારખાનામાં ગત મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને કબાટ અને તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તસ્કરોએ કશું હાથ ન લાગતા સીસીટીવી કેમેરા અને વાયરીંગ તોડી નુકશાન કરી નાસી છુટ્યા પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે બન્ને તસ્કરોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણા તાલુકાના વડીયા ગામે રહેતા અને પોપડા વિસ્તારમાં હિરાનું કારખાનુ ધરાવતા સુભાષભાઈ કેશીભાઈ સવાણીના કારખાનામાં ગત રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા અને ટેબલના ખાના અને તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તસ્કરો તેમાં નિષ્ફળ થયા હતા બાદ તસ્કરોએ સીસીટીવી કેમેરા અને વાયરીંગ તોડી પ૦ હજારનું નુકશાન કરી નાસી છુટ્યા હતા. બનાવ અંગેની જાણ પાલીતાણા પોલીસને કરાતા પીએસઆઈ કે.જે. વાળા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ સીસીટીવી ફુટેજ ચેક કરતા જેમાં ચોરીનો પ્રયાસ કરતા બે આરોપી બામેલમ અલ્તાફ અબ્બાસંગભાઈ અને બારૈયા ચિરાગ બળુભાઈ રે.બન્ને પાલીતાણાવાળાને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Previous articleદેશી બનાવટની પીસ્ટલ સાથે કુંભારવાડાનો શખ્સ ઝડપાયો
Next articleસીદસરના મેઘાનગર વિસ્તારમાં પાણીનો કકળાટ