શહેરની શાળા-કોલેજો દ્વારા નવરાત્રિ રાસ-ગરબાની રમઝટ

1579
bvn2892017-19.jpg

ભાવનગર શહેરમાં નવરાત્રિના પાવન પર્વની જાહેર સ્થળો, શેરીઓ, એપાર્ટમેન્ટ, સર્કલોમાં આયોજન કરાયા છે. સાથે-સાથે શાળા-કોલેજો દ્વારા પણ નવરાત્રિ રાસ ગરબાની રમઝટ થઈ રહી છે. જેમાં શહેરની અંકુર મંદબુધ્ધિના બાળકોએ શાળાના પટાંગણમાં ગરબે ઝુમ્યા હતા. જ્યારે મેડીકલ કોલેજના સ્ટુડન્ટો દ્વારા કોલેજની પ્રિમાઈસીસમાં ડી.જે.ના સથવારે રાસની રમઝટ બોલાવાઈ હતી તેમજ નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ જવાહર મેદાનમાં ઓરકેસ્ટ્રાના સથવારે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી.    

Previous articleસુએઝ પ્લાન્ટ મુદ્દે લાંબી ચર્ચાએ બોર્ડ કંટાળાજનક બન્યું
Next articleઅંધેર નગરી ને ગંડુ રાજા જેવું ગાંધીનગર દબાણ – ફુડ તંત્ર