૧૬મીથી સરકાર ડાંગર, મકાઈ, બાજરાની ટેકાના ભાવે ખરીદી કરશે

1609
guj5102017-11.jpg

ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા રાજ્ય સરકાર ધડધડ એક પછી એક જાહેરાત કરવા માંડી છે. ખરીફ સીઝન ૨૦૧૭-૧૮ માટે સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. ૧૬મી ઓક્ટોબરથી રાજ્ય સરકાર ડાંગર, મકાઇ, બાજરાની ટેકાના ભાવે ખરીદી કરાશે. ૧૬ ઓક્ટોબરથી ૩૦ ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૫૯ જેટલા ખરીદ કેન્દ્રો અને  ગોડાઉન કેન્દ્રો ખાતે લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ અને બાજરાની ખરીદી કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ ડાંગર માટે રૂા.૧૫૫૦, ડાંગર ગ્રેડ-એ માટે રૂા.૧૫૯૦ મકાઇ અને બાજરા માટે રૂા.૧૪૨૫ લઘુતમ ટેકાનો ભાવ નિયત કરાયો છે.

Previous articleકંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ કરાયું
Next articleકપાસના ભાવ ટેકાના ભાવથી નીચા જશે તો પણ રાજ્ય સરકાર ખરીદશે