વિકટરથી ચાંચબંદર આરસીસી રોડનું હિરાભાઈ દ્વારા ખાતમુર્હુત

1362
guj16102017-5.jpg

રાજુલા-જાફરાબાદ-ખાંભા મત વિસ્તારના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા તેઓના મત વીસ્તારમાં જુદા-જુદા વિકાસ કાર્યો હાથ ધરાયા છે.
ત્યારે રાજુલાના વિકટરથી ચાંચબંદરને જોડતો બંદર રોડ જે ચાંચબદર જવા માટે અતિમહત્વનો છે અહીં અનેક મોટા વાહનો તેમજ નાના વાહન ચાલકો ખરાબ હોવાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે હિરાભાઈ સોલંકી દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને રોડ બનાવવા માટે ૬ કરોડ મંજુર થતા આજરોજ તેનુ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ તકે જીલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ મકવાણા, સરપંચ રાજુભાઈ, ઉ.સં. રમેશભાઈ ભટ્ટ, નિંગાળાના સરપંચ હરસુખભાઈ લાખોત્રણા તેમજ વિકટરના આગેવાનો તથા આજુબાજુના સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 

Previous articleલાઠી શહેરમાં સવજીભાઈ ધોળકીયાના સ્વચ્છતા અભિયાનને બહોળો પ્રતિસાદ
Next articleઅંધ અભ્યુદય મંડળ-ભાવનગરનું ૫૯મુ અધિવેશન યોજાયું