ભાવેણાના આર્ટીસ્ટ નયના પટેલનું ઉદયપુર હવેલીમાં પ્રદર્શન યોજાશે

799
bhav2112017-1.jpg

કલાનગરી ભાવનગરના આર્ટીસ્ટ નયના પટેલના પેઈન્ટીંગનું વિલેજ સ્ક્રેપ્સ શિર્ષક હેઠળ તા.૯ થી ૧ર નવેમ્બર દરમ્યાન ઉદયપુરની બાકોરની હવેલી ખાતે પ્રદર્શન યોજાશે. તેમણે ગુજરાત ઉપરાંત ગુજરાતની બહાર પણ ઘણા પ્રદર્શનો કરીને સારી એવી નામના પ્રાપ્ત કરી છે. તેમણે ચિત્રકલાની રજૂઆત ૧૯૯૮થી કરી અને ઘણા ક્લાસીકલ, નોન ક્લાસીકલ અને યુરોપીયન આર્ટસ પર પેઈન્ટીંગ કરીને પીંછી તથા કલર ઉપર પ્રભુત્વ મેળવ્યું. છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ્ય જીવનને કેનવાસ પર ઉતારીને ઘણા નયનરમ્ય પેઈન્ટીંગ બનાવ્યા છે. ઉપરાંત એક્રેલીક અને મીનીમીડીયામાં કામ કરીને ભારતમાં જ નહીં વિદેશમાં પણ પેઈન્ટીંગ્સ પહોંચાડ્યા છે. પ્રદર્શન લલીતકલા અકાદમીની સહાયથી યોજવામાં આવનાર છે.

Previous article રો-રો ફેરી સર્વિસને સારો પ્રતિસાદ
Next article પસવાળા ગામે રાજપુત ઈતિહાસનું વિમોચન અને સ્નેહમિલન યોજાયું