ભાવનગર શહેર ભાજપ અનુસુચિત જાતી મોરચા દ્વારા આજે શહેરના અમર સોસાયટી કુંભારવાડા ખાતે સંત સેવૈયાનાથ ઝાંઝરકાના ગાદીપતી મહંત અને રાજ્યસભાના સાંસદ શંભુનાથ ટુંડીયાનું સન્માન સમારોહ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયાજી શહેર ભાજપ પ્રમુખ સનત મોદી, મેયર નિમુબેન બાંભણીયા, ચેરમેન ધાંધલીયા, દલિત સમાજના અગ્રણી મહોન બોરીચા સહિત આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.
આ પ્રસંગે ભાજપ આગેવાનો દ્વારા શંભુપ્રસાદ અને જીતુ વાઘાણીનું સન્માન કરાયુ હતું. જ્યારે શંભુપ્રસાદે પ્રવચનમાં જણાવ્યું હતું કે ભાજપ હંમેશા દલિત સમાજનું હિત અને સન્માનની ભાવના સાથે કાર્ય કરતું રાજકીય સંગઠન છે. અનેકવિધ સરકારી યોજના દ્વારા દલિતોના ઉત્થાનમાં પણ ભાજપ સરકારે મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે પ્રદેશ જીતુ વાઘાણીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે બાબા સાહેબ માત્ર દલિતોના જ નહિ સમગ્ર દેશ અને તમામ સમાજના સન્માનનીય નેતા હતાં. આ કાર્યક્રમમાં સમગ્ર ભાવનગર શહેરના દલિત સમાજના આગેવાનો ભાઈ-બહેનો તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ અનુજાતી મોરચાના હાર્દિક વાઘેલા, દિલીપ જોગદીયા, ભરત મકવાણા, મહેન્દ્ર જાદવ સહિતે જહેમત ઉઠાવી હતી.



















