વાંઢના માઈન્સ એરીયામાં સિંહોની ઈનફાઈટથી એક સિંહ પાઠડાનું મોત

839

જાફરાબાદના વાઢના માઈન્સમાં પ સિંહોની ઈનફાઈટમાં એક સિંહ પાઠડાનું મોત તથા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા. ત્યારે બીજા બનાવમાં વહેલી સવારે રાજુલાના જુની બારપટોળી ગામે પ સિંહો ગામમાં ધુસી ૪ ગાયોના મારણ કરતા ડીસીએફ સહિતનો મુકામ થતા બાબરીયવાડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જાફરાબાદ તાલુકાના વાંઢ ગામે માઈન્સ એરીયામાં પ સિંહોના ઈન્ફાઈટમાં એક દોઢ વરસના સિંહ પાઠડાનું મોત થતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ડી.સી.એફ સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતાં પણ સ્થાનિક વિનવિભાગ દ્વારા કોઈ મીડિયા કર્મીઓને માહિતી અપાતી નથી પણ જયારે ડીસીએફ દ્વારા બનાવની પુષ્ટી કરવામાં આવી  છે. એક બાજુ સરકાર સિહોના રક્ષણ બાબતે કરોડો રૂપિયાની ગ્રાન્ટો મંજુર કરવામાં આવી હોય ત્યારે સ્થાનિક વન વિભાગના અધિકારીથી ટેર્કરો વનમીત્રો રાત દિવસ ઉજાગરા કરે છે. તો પણ સિંહોના ટીપ ટપ કુતરાની માફક મૌત થઈ ગયા છે. અને થતા રહે છે તો આ બાબતે વન વિભાગ ઘટના વન વિભાગના સ્ટાફ માટે નવા વન ટ્રેકરોની ભરતી કરો તેવી લોક માંગ ઉઠવા પામી છે. તયારે ગત વહેલી સવારે રાજુલાના જુની બારપટોળી ગામે પ સિંહો દ્વારા ૪ ગાયનોું પણ મારણ ગામમાં ધુસીને કરતા ગામમાં કફર્યુ જેવો માહોલ સર્જાયો છે.

Previous articleરાજુલા, જાફરાબાદ ઠંડીમાં ઠુંઠવાયું, ઠેર ઠેર માંદગીના ખાટલા
Next articleપાલીતાણામાં આવેલ જૈન સેવા સમાજ દવાખાનામાં લાગી આગ