દામનગરથી ગારિયાધાર તરફ જતો સ્ટેટનો રોડ અતિ જોખમી

814
guj30122017-2.jpg

દામનગરથી ગારિયાધાર તરફના ગ્રામ્ય પાડરશીંગા શાખપુર પાંચતલાવડા નાના રાજકોટ સહિતના વિસ્તારમાં જતો સ્ટેટનો અતિ ભયંકર રસ્તો ક્યારે બન્યો કઈ એજન્સીએ બનાવ્યો ? સહિતના અનેકો સવાલ ઉભા કરતો દામનગરથી ગારીયાધાર તરફ અનેકો ગ્રામ્ય વિસ્તારોમાંથી પચાર થતો રોડ દામનગરથી બાવીસ કિમિની મુસાફરી કરવા એક કલાકને બદલે બેથી અઢી કલાકનો સમય ઉપરાંત જોખમ ખેડતા રાહદારીઓ દામનગરથી ગારિયાધાર તરફ જતા આ રસ્તા ને પાડરશીંગા પાસે પહોંચતા બન્યો છે કે કેમ? તે અંગે રોડ બન્યાના કોઈ ચિન્હ પણ નથી દેખતા અતિ બિસ્માર હાલતનો આ રોડ સ્ટેટના તંત્ર દ્વારા રીપેર થશે કે નવો બનશે તે સૌથી મોટો સવાલ છે ગારિયાધારથી દામનગર આવતા ગ્રામ્ય વિસ્તારોની જનતા બને ત્યાં સુધી આ રસ્તે ચાલવું એટલે સજા સમજે છે આવી દયનિય હાલત ભોગવતા લોકો વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે ત્યારે સ્ટેટના માર્ગ મકાન વિભાગ ધ્યાન આપે તે જરૂરી છે. 

Previous articleરાજુલા ખાતે બાળસુરક્ષા માટે વેલ્ફેર સેમીનાર યોજાઈ ગયો
Next articleનંદકુંવરબા કોલેજમાં અભિવાદન સમારોહ