વડતાલ ધામની સત્સંગ સભામાં મુખ્યમંત્રી પવિત્ર યાત્રાધામોની યાદીમાં વડતાલનો સમાવેશ કરાશે : મુખ્યમંત્રી

1185
guj312018-8.jpg

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ સ્વામિનારાયણ સંપ્રદાય માટે પરમ આસ્થાની ભૂમિ સમાન વડતાલને, રાજ્યના પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવી લેવાનો સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમે ધર્મદંડને રાજદંડથી સર્વોપરી ગણીએ છે. અભિનવ ઉર્જાથી અને સાધુસંતોના આશિષ – માર્ગદર્શનથી રામરાજ્ય સાકાર કરવાનો અમારો સંકલ્પ છે. અડીખમ ગુજરાતની દુનિયામાં પ્રતિષ્ઠા વધે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ભારતને વિશ્વગુરૂ બનાવવાની પરિકલ્પનાને પીઠબળ મળે તે રીતે ગુજરાતને પ્રગતિના પંથે આગળ વધારવાની મહેચ્છા તેમણે વ્યક્ત કરી હતી. 

Previous articleભાવેણામાં વિકાસના નામે વૃક્ષોનું છેદન…
Next articleવાલી મંડળ સુપ્રીમમાં અરજી ફાઇલ કરાય તેવી પ્રબળ વકી