અમીરગઢના ખારા ગામે વૃધ્ધ ઉપર રીંછનો હુમલો

729

અમીરગઢ તાલુકાના ખારા ગામે  દીકરીને મળવા આવેલા એક વૃધ્ધ ઉપર જંગલી રીંછે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ વૃધ્ધને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિયલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમીરગઢ તાલુકાના ખારા ગમે રહેતી દીકરીને મળવા આવેલા રાજસ્થાનના ભટાણા ગામના ૭૦ વર્ષીય વૃધ્ધ ભલારામ પ્રંગાજી રબારી બુધવારની વહેલી સવારે ખારા ગામની સીમમાં કુદરતી હાજતે ગયા હતા. અને પરત ફરતી વખતે ગામના પાદરે આવેલ હવાડા ઉપર હાથ પગ ધોતા હતા તે સમયે અચાનક પાછળથી આવેલા જંગલી રીજે આ વૃધ્ધ ઉપર એકાએક હુમલો કર્યો હતો. જોકે રીંછના આકસ્મિક હુમલા થી ભયભીત વૃધ્ધે બુમાબુમ કરતા બાજુબાજુથી લોકો દોડી આવતા રીંછ જંગલમાં નાસી છૂટયું હતું રીછના હુમલામાં વૃધ્ધ ગંભીર રીતે ઘાટલ થતા તેમને લોકોની મદદ થી ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જોકે જંગલ વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકામાં રીંછોનો વસવાટ આવેલો છે જેને લઇ અનેકવાર જંગલી રીછો ખોરાક અને પાણીની શોધમાં ગામડાઓમાં ઘૂસીને લોકોને નુકશાન પહોંચાડી રહ્યા છે.

Previous articleપાણીજન્ય રોગચાળો વકર્યોઃ ટાઈફોઈડ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો
Next articleબહુચરાજી ચૈત્રી પૂનમના મેળાની વહીવટી તંત્રની તડામાર તૈયારીઓ શરુ