ગુજરાતના આ વિસ્તારના લોકો પાણી માટેની લૂંટ કરવા મજબૂર બન્યા

560

સમગ્ર ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાંજ પાણીના પોકાર ઉઠવા પામ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સરહદી વિસ્તાર એવા સાંતલપુરના પરા વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં તો પાણીના ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ આ પાણી ક્યારે આવે તેનું કાઈ નક્કી હોતું નથી અને પાણીના ટેન્કર આવતાની સાથે જ પાણી મેળવવા લોકોની ભારે પડા પડી જોવા મળે છે.

પાટણ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે સરહદી વિસ્તારના ગામોમાં પાણી અને ઘાસચારાની ભારે બૂમ રાડ ઉઠવા પામી છે ત્યારે પાટણ જિલ્લાના છેવડાના સાંતલપુરના પરા વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણી માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાંતલપુરના પરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી સમસ્યા સામે સ્થાનિક લોકો ઝઝુમી રહ્યા છે અઠવાડિયામાં એક વાર પાણીનું ટેન્કર આવતું હોઇ પાણી મેળવવા લોકો ભારે પડાપડી કરવી પડે છે છતાં પુરતા પ્રમાણમાં પાણી ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જિલ્લાના છેવાડાના ગામ એવા સાંતલપુરના અનેક ગામોમાં પાણી ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે રોજના ૮થી ૧૦ ગામોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે છતાં લોકોને જરૂરિયાત પ્રમાણે પાણી મળતું નથી પાણીની વિકટ પરિસ્થિતિ વચ્ચે પાણીના ટેન્કરો પર લોકો ચઢી પાણી મેળવવા લૂંટ ફાટ કરવા મજબૂર બન્યા છે.

પાણી મેળવવા કલાકો સુધી લોકોને રાહ જોવી પડી છે અને કાળઝાળ ગરમી વચ્ચે પાણીના ટેન્કર આવતા નાના ભૂલકાઓથી લઇ વય વૃદ્ધ સુધીના લોકો પાણી ભરવા ના સાધનો લઇ પાણીની લૂંટ કરી રહ્યા હોય તેવા દૃશ્યો જોવા મળે છે અને પાણી મેળવવા દોડ ધામ કરવી પડે છે. ત્યારે આ વિસ્તારમાં લોકોને પૂરતું પાણી ક્યારે મળશે તે જોવાનું રહ્યું સબ સલામત ના દાવાઓ કરતું તત્ર ક્યારે જાગે છે તે તો જોવું રહ્યું.. પરંતુ હાલ તો લોકોને પાણી માટે કરવી પડી રહી છે રઝળપાટ.

Previous articleઅડાલજ વાવની મુલાકાત માટે રપ રૂપિયા ચૂકવવા પડશે
Next articleપાટનગર માટે ૧,૬૬૧ એકર જમીન આપનારા બોરિજવાસીઓ જ બે ઘર