સંત રોહિદાસજીની ૬૪૧ મી જયંતિની ઉજવણી કરાઈ 

1336
gandhi1-2-2018-1.jpg

ગાંધીનગર સંત શ્રી રોહિદાસ સેવા સમાજ દ્વારા સેકટર – ૬ ખાતે આવેલ ભવન ખાતે સંત રોહિદાસજીની ૬૪૧ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમાજના અનેક ભકતોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મંત્રી ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા તથા નગરસેવક નાઝાભાઈ ઘાંઘર સહિત સમાજના અનેક મહાનુભાવોએ હાજર રહી પ્રસંગમાં ઉદબોધન કર્યું હતું. આ ઉપરાંત આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. 
આખા પ્રસંગને દિપાવવા પ્રમુખ ભીખાભાઈ વાઘેલા મંત્રી નયનભાઈ ચૌહાણ તથા હોદેદારોએ ખાસ્સી જહેમત ઉઠાવી હતી અને પ્રસંગ ધામધૂમથી ઉજવ્યો હતો. 

Previous articleપરષોત્તમ સોલંકી ગાંધીનગરમાં હોવા છતાં કેબિનેટમાં ગેરહાજર 
Next article વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના ઉપક્રમે ફેબ્રુઆરીમાં રામકથાનું આયોજન