યુવાઓએ લાગણીઓના આદાન-પ્રદાન સાથે વેલેન્ટાઈન-ડેની ઉજવણી કરી

688
bvn1522018-10.jpg

ભાવનગરમાં નવયુવાનોએ દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રેમની લાગણી વ્યક્ત કરવાના અનોખા પર્વ વેલેન્ટાઈન-ડેની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.
ભાવેણાવાસીઓએ પોતાના અલગ અંદાજમાં આજરોજ વેલેન્ટાઈન-ડેની ઉજવણી કરી હતી. સામાન્યતઃ વેલેન્ટાઈન પર્વને લઈને લોકોમાં એવી માનસિક્તા છે કે આ પર્વ માત્ર યુવક-યુવતીઓ માટે છે પરંતુ ભાવનગરમાં એવું નથી ભાવનગરના લોકો તો ઘર-કુટુંબ પરિવાર, મિત્ર સહિતનાઓને પર્વની શુભેચ્છા પાઠવી ઉજવણી કરે છે. એ જ રીતે આજે પણ લોકોએ અરસ-પરસ પોતાની ઉર્મીઓની લાગણી વ્યક્ત કરી હતી પરંતુ નવયુવાન યુવક-યુવતીઓએ એકબીજાને રૂબરૂ, ફોન તથા સોશ્યલ મિડીયાના માધ્યમ વડે લવની લાગણી વ્યક્ત કરી હતી એ સાથે ગીફ્ટ ચોકલેટ, મિઠાઈ સહિતની ચીજવસ્તુઓનું આદાન પ્રદાન પણ કર્યુ હતું. 
શહેરના અનેક રેસ્ટોરા તથા પાર્ટી પ્લોટોમાં ડી.જે.  અને વેલેન્ટાઈન-ડે થીમ પર મ્યુઝીક, ડાન્સ પાર્ટીઓ પણ યોજી હતી. આવા સ્થળો પર સેલ્ફીઝોન પણ ઉભા કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ રાત ઢળતાની સાથે થીયેટરો, પર્યટન સ્થળો પર યુવાધનનો મેળો ભરાયો હતો. આમ વેલેન્ટાઈન પર્વની ઉજવણી મન મુકીને કરી હતી.

Previous articleપાણીની ટાંકીવાળા રોડ પર તંત્રએ આચરેલા ભ્રષ્ટાચાારનો જીવંત પુરાવો
Next articleવેલેન્ટાઈન-ડે, વિદ્યાર્થીઓ દ્વારા માતૃપિતૃ વંદના દિવસ ઉજવાયો