બે કરોડની લોન આપવાના કૌભાંડ મામલે બેંક ઓફ ઈન્ડિયાના મેનેજરની ધરપકડ

1248

સરદાર નગરમાં ખોટા દસ્તાવેજ ઉભા કરી બિન સરકારી જમીનને સરકારી જમીન બતાવી લોન આપવાના કૌભાંડ મામલે સરદાર નગર પોલીસે દિલ્હીથી બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર આર. બી. મહોતોની ઘરપકડ કરી છે.

સિટી સર્વે અને બેંકની મિલિભગત થી રૂ. ૨ કરોડની લોન આપવામાં આવી હતી. ત્યાર બાદ સરકારી જમીન પર લોન પાસ કરનાર બેંક ઓફ ઈન્ડિયા બ્રાન્ચ મેનેજર આર.બી.મહોતોની સંડોવણી સામે આવતા તેની ઘરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અત્યાર સુધી ૧૧ આરોપીઓની ઘરપકડ થઈ ચૂકી છે.

Previous articleકેશડોલ અને પાકની નુકસાનીનું વળતર ચૂકવવા રજૂઆત કરાશે : અમિત ચાવડા
Next articleપાટનગરમાં દિવસ દરમ્યાન ધીમીધારે વરસાદ વરસ્યો