આજકાલ લોકો ૨૧મી સદી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અમુક કેટલીક જગ્યાએ અંધશ્રદ્ધાઓ અને ભૂતભવાડા કરીને લોકોને છેતરવાની કોશિશો કરતા હોય છે.
માંડવીના છાપરાવારી શેરીમાં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતાં મહિલાના ઘરે ત્રણ અજાણી મહિલાઓ બ્યુટી પાર્લરના કામે પ્રવેશી હતી. ઘરમાં અંદર આવ્યા બાદ ત્રણેય મહિલાઓએ સંમોહન વિદ્યા પાથરતાં ગુહિણીએ પોતાના જ હાથે તસ્કર મહિલાઓને કબાટમાંથી સોનાના આભુષણ અને રોકડ સહિત દોઢ લાખનો મુદામાલ આપી દીધો હતો, અને ત્યારબાદ તસ્કર મહિલાઓ લાખોનો મુદ્દામાલ લઈને રફુચક્કર થઈ ગઈ હતી.
કરછના માંડવીમાં ધોળા દિવસે બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પોતાના ઘરના કબાટમાંથી સોનાની ચેઈન, અઠી તોલાના આભુષણ સહિત રોકડ રકમ બે ત્રણ મહિલાઓને આપી દીધા હતા.
સમગ્ર ઘટના સવારના સમયે બની હતી. સમોહન ક્રિયાની અસર ગ્રુહિણીને છેક સાંજ સુધી રહી હતી. ત્યારબાદ ભાન આવ્યા બાદ તેના પતિને જાણ કરતા પોલીસ સ્ટેશન જઈ બનાવ અંગે જાણ કરી હતી. ઘરથી થોડે દુર આવેલી દુકાન પાસેથી ત્રણ મહિલાની ઓળખ થઈ ગઈ છે.


















