પૂર્વ કમિ.પ્રદિશ શર્મા ૭ દિવસના રીમાન્ડ પર

656
bvn1322018-10.jpg

ભાવનગરમાં ફરજ બજાવી ચુકેલ મ્યુ.કમિશ્નર પ્રદિપ શર્મા સામે આજથી ૧૦ વર્ષ પૂર્વે રૂા.રપ લાખની લાંચ મામલે ધરપકડ બાદ કોર્ટમાં રજુ કરાતા ફાસ્ટટ્રેક કોર્ટે ૭ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. 
વર્ષ ર૦૧૦ની સાલમાં ભાવનગર મહાનગરપાલિકામાં કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુકેલ અને હાલ સસ્પેન્ડેન્ડ પૂર્વ આઈપીએસ અધિકારી પ્રદિપ શર્મા ભાવનગરની આલ્કોક એશડાઉન કંપનીમાં એમ.ડી. તરીકે પણ સેવા બજાવેલ જે તે સમયે એમ.ડી.પદ પર હોય જેમાં સરકારની શીપીંગ કંપની આલ્કોક એસડાઉન ગુજરાત લી.માં મ્યુ.કમિશ્નર પદ ગ્રહણ કર્યા પૂર્વે ર૦૦૭ થી ર૦૦૮ દરમ્યાન કંપનીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે સેવારત હતા એ સમયે મુંબઈના નેવલ એન્જીનીયર સહાયરાજ આવરી મેથ્યુ પાસે સરકારી શીપીંગ કંપનીનો કોન્ટ્રાકટ હતો કોન્ટ્રાકટ પેટે નીકળતી લેણા રકમ સરકાર પાસેથી મંજુર કરાવવા મામલે એમ.ડી. પ્રદિપ શર્માએ રૂા.રપ લાખની લાંચ લીધી હોવાની ફરીયાદ કોન્ટ્રાકટરે કરી છે. 
આથી પદભ્રષ્ટ પ્રદિપ શર્મા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૩ (૧) ડી(ર) તથા ૧૩(ર)ની જોગવાઈ મુજબ ૯-૩-ર૦૧રના રોજ ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો દાખલ કરાતા આજરોજ પોલીસે પ્રદિપ શર્માની ધરપકડ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જજ આર.આઈ. ગનેરીવાલા સામે રજુ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે તા.૧૬-૩ સુધી દિવસ ૭ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આ કેસ પ્રકરણે સરકાર તરફે સ્પે.પી.પી.ધારાશાસ્ત્રી ઉત્પલ દવે તથા પ્રદિપ શર્માએ ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ એચ.બી.ચંપાવતને રોકયા છે. સમગ્ર બનાવને લઈ શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સરકારી વકીલ ઉત્પલ દવેની ધારદાર દલીલો ગાહૃય રાખી ફાસ્ટટ્રેક કોર્ટના જજ ગનેરીવાલાએ ૭ દિવસના પ્રદિપ શર્માના રીમાન્ડ મંજુર કર્યા હતા.

Previous articleઆડોડીયાવાસમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઈ આરોપી ફરાર
Next articleમસ્જીદ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્તોને સરકારી સહાય આપવા માંગ