આડોડીયાવાસમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઈ આરોપી ફરાર

746
bvn1322018-3.jpg

આજરોજ ભાવનગર, એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં  નાઉટ રા.ન્ડમાં હતાં તે દરમ્યાન પો.હેડ કોન્સ. પ્રદ્યુમનસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,આડોડિયાવાસ માં રહેતાં રોમેશભાઇ દિનેશભાઇ પરમારે જી.જે.૪ એટી ૨૩૫૫ ટાવેરા ગાડીમાં બહારથી પરપ્રાંત દારૂ/ બિયરનો જથ્થો મંગાવેલ છે.તે દારૂ/બિયરનો જથ્થો આડોડિયાવાસમાં આવેલ ગ્રાઉન્ડમાં જે કેન્દ્ર તરીકે ઓળખાય છે.ત્યાં ટાવેરા ગાડી રાખી રોમેશ દિનેશ પરમાર દારૂનો જથ્થો ઉતારે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં રોમેશભાઇ દિનેશભાઇ પરમાર તથા ટાવેરા ચાલક ગલીઓમાં થઇ નાસી ગયેલ.આ ટાવેરા કારની જડતી તપાસ કરતાં તેમાંથી પેટીઓ તથા પ્લાસ્ટીકનાં કોથળામાં ભરેલ પરપ્રાંત બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૭૨ કિ.રૂ. ૨૧,૬૦૦/- તથા બીયર ટીન નંગ-૪૩૨ કિ.રૂ.૪૩,૨૦૦/- તથા નોકિયા કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૨,૦૦૦/-તથા ટાવેરા કાર-૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૫,૬૬,૮૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ.જે અંગે બંને વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
આમ,રૂ.૫,૬૬,૮૦૦/-નાં ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.અને પકડવાનાં બાકી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરેલ છે. આ સમગ્ર કામગીરીમાં ભાવનગર,એલ.સી.બી. પો.ઇન્સ.ડી.એમ.મિશ્રા,પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં કિરીટકુમાર પંડયા,પ્રદ્યુમનસિંહ ગોહિલ,મહેન્દ્દસિંહ ચુડાસમા, વિઠ્ઠલભાઇ બારૈયા ,ડ્રાયવર ચિંતનભાઇ રાવળ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.