ઘટતું જતું દિકરી જન્મનું પ્રમાણ અને કુપોષણ સમાજ માટે ચિંતાનો વિષય : વિભાવરીબેન દવે

917
bvn1322018-9.jpg

મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બેટી બચાઓ બેટી પઢાઓ ના સંકલ્પ સાથે આજે તા. ૧૦ માર્ચે સવારે ૯/૦૦ થી ૧૨/૦૦ કલાક સુધી મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ, યાત્રાધામ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં  ભાવનગરના સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે  જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયુ હતુ. 
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે અંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે મહિલા સંમેલનો યોજાઈ રહ્યા છે આજે અહીં ભાવનગર ખાતે મહિલા સંમેલન યોજાયુ છે ત્યારે ઘટ્‌તુ જતુ દિકરીઓના જન્મનું પ્રમાણ તથા કુપોષણ આ બે બાબતો સમાજને માટે ચિંન્તાનો વિષય બની રહ્યો છે રાજ્ય સરકારે આ બે બાબતો ના ઉકેલ માટે બેટી બચાઓ બેટી પઢાઓ, શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ તથા પુરક પોષણ જેવા નવતર પ્રયોગ થકી નિષ્ઠાપુર્વકના પ્રયાસો આદર્યા છે 
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જિલ્લાની  આંગણવાડીની વર્કર તથા હેલ્પર એવી કુલ ૧૧ શ્રેષ્ઠ  બહેનોને  માતા યશોદા એવોર્ડ અંતર્ગત  કુલ રૂપિયા ૨.૮ લાખના ચેકો તેમજ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. રાજ્ય  સરકારની ડેરી વિકાસ યોજના અંતર્ગત દુધઘર બનાવવાના ત્રીજા તબક્કાની સહાયનો રૂપિયા ૧.૫૦ લાખનો ચેક જેસર તાલુકાની  સરેરા મહિલા દુધ ઉત્પાદક મંડળીને આપવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય માર્ગદર્શિકા પુસ્તકનું વિમોચન તથા મમતા કાર્ડનું વિતરણ કરાયુ હતુ.   આરોગ્ય ક્ષેત્રે માત્રુ બાળ કલ્યાણ કામગીરી કરતા કર્મચારીઓને મોબાઈલ સેટ આપવામાં આવ્યા હતા.   રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો હતો.
  આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય  જીતુભાઈ વાઘાણી, તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, મેયર નિમુબેન, ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિના સભ્ય ગાયત્રીબા સરવૈયા, ગુજરાત રાજ્ય મહિલા અને બાળ કલ્યાણ સમિતિના સભ્ય પ્રભાબેન પટેલ, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક, નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ, મ્યુ. કમિશ્નર મનોજ કોઠારી, ડી. આર. ડી. એ. નિયામક ડી. ડી. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ. એફ. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી. સી. પટેલ, નાયબ મ્યુ. કમિશ્નર એન. ડી. ગોવાણી, સીટી મામલતદાર વિજ્યાબેન પરમાર, સી. ડી. પી. ઓ. કે. જી. પંડિત, દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પા ત્રિવેદી સહિત કોર્પોરેટરો, સંબંધિત કચેરીના અધિકારી/કર્મચારી, આંગણવાડીની વર્કર, હેલ્પર બહેનો તથા યુવતિઓ બહોળી સંખ્યામાં હાજર રહી હતી.
 

Previous articleપી.એન.આર. દ્વારા નેશનલ કોન્ફરન્સ
Next articleઆડોડીયાવાસમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઈ આરોપી ફરાર