વિદ્યાર્થીઓ બાળપણથી જ ઉર્જાની જરૂરીયાત સમજે તેવા હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ‘ઉર્જા ઉત્સવ-૨૦૧૮’નું આયોજન કરવામાં આવ્યુ હતું. ઉર્જા ઉત્સવમાં જિલ્લાની ૬૦ શાળાના વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રદર્શન, ઉર્જા ક્વિઝ અને ઉર્જા બચતના વ્યાખ્યાનોમાં ભાગ લીધો હતો. જેમાં ઉદઘાટન કલેક્ટર સતિષભાઇ પટેલ અને ધારાસભ્ય સી જે ચાવડા ઉપસ્થિત રહ્યા હતાં.
માનવી જેમ જેમ વિકાસની કેડીએ આગળ વધી રહ્યો છે. તેમ તે ઉર્જાનો બીનજરૂરી વપરાશ પણ વધ્યો છે. તે જોતા આગામી સમયમાં ઉર્જાની કટોકટી સર્જાવવાની સંભાવના ઉભી થઇ શકે છે.



















