કલ્ચરલ ફોરમ દ્વારા સતત રર માં વર્ષે પરંપરાગત નવરાત્રીનુ ભવ્ય આયોજન

1376
gandhi2182017-2.jpg

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા સતત રર માં વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સે. ૬ ખાતેના બાલનગરી મેદાનમાં સતત નવરાત સુધી સુ-સંસ્કૃત અને સુરક્ષાપૂર્ણ માહોલ વચ્ચે જગતજનની મા જગદંબાની આરાધના સાથે ભાવિકો અને ખેલૈયાઓ ઉત્સવની પારંપરિક ઉજવણીમાં સહભાગી બનશે. ર૧ સપ્ટેમ્બર થી ર૯ સપ્ટેમ્બર, ર૦૧૭ સુધી ચાલનાર આ મહોત્સવની ઉજવણી માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચુકી છે. ગુજરાત સહિત વિદેશોમાં ર૧ થી ર૯ સુધી જગદંબાની આરાધનાનો નવરાત્રી ઉત્સવ ઉત્સાહભેર ઉજવાશે. ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા સે. ૬ ના વિશાળ બાલનગરી મેદાનમાં નવરાત્રિ મહોત્સવ – ર૦૧૭ ની ઉજવણી શાંત, સુરક્ષિત અને સંસ્કારી વાતાવરણમાં થનાર છે. 
ઉલ્લેખનીય છે કે અદભૂત આયોજનને કારણે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાને ગાંધીનગર-ગુજરાત જ નહિ, વિદેશોમાં પણ આગવી ઓળખ અને લોકપ્રિયતા સાંપડી છે. વધુ વિશાળ જગ્યાની સુવિધા ખેલૈયા તેમજ બેસનાર માટે હોવા ઉપરાંત ફોરમના ૧રપ થી વધુ અનુભવી સ્વયંસેવકો દ્વારા પાર્કીંગ – પ્રવેશદ્રારથી લઈ મંચ સુધીની ખડે પટે સેવા આપી સંકલન જાળવી રાખવાના અદભૂત ટીમ વર્કને કારણે સમગ્ર મહોત્સવ દરમ્યાન સામાન્ય્‌ અગવડતા પણ સર્જાતી નથી. એમાં વધુ સેવા -સલામતિ માટે વિશેષ સિકયુરીટી સ્ટાફ હોઈ સુરક્ષા પણ સુપેરે જળવાય છે. પ્રદુષણ મુકત વાતાવરણ એ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાનું જમા પાસુ રહ્યું છે. પ્રવેશ દ્વારા ભીડ ન થાય તે હેતુથી બારકોડવાળા પાસની સિસ્ટમ રાખવામાં આવી છે. 
આ વર્ષે જુના ગાયકવૃંદની સાથે નવોદિત ગાયકોને માણવાની પણ તક મળી રહેશે. સાથે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ગણાતી અમદાવાદની બેસ્ટ સાઉન્ડ સિસ્ટમની સેવા આ વર્ષે ઉપલબ્ધ થઈ છે. 
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા-નિહાળવા માટે ઉત્સુક હોય છે ત્યારે સહુ ખેલૈયાઓ, ભાવિકો અને અતિથિઓને શાંત સુરક્ષિત અને સુ-સંસ્કૃત માહોલ પુરો પાડી સત્કારવા માટે સંસ્થા તત્પર અને તૈયાર છે. સૌને જગદંબાની આરાધના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા અને ઉત્સવમાં સહભાગી થવા ગાંધીનગર કલ્ચરલ ફોરમ પ્રમુખ જયોતીન્દ્ર વ્યાસે સંસ્થા તરફથી આમંત્રણ પાઠવ્યું છે. 

Previous articleભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનની સાથે સાથે
Next articleકડી સર્વ વિદ્યાલયમાં એવીબીપી અને સંચાલકો વચ્ચે ઘમાસણ