૨૫મીથી ગાંધી જયંતિ સુધી ખાદી ખરીદી પર ૩૦% છૂટ

845
bvn2492017-12.jpg

મહાત્મા ગાંધીજી તથા દીનદયાળ ઉપાધ્યાયજીના ગ્રામોત્થાનના વિચા૨ને મૂર્તિમંત કરી ભા૨તના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાના હેતુ સાથે શિક્ષણ વિભાગે દેશના બે મહાન તત્વચિતકો દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસથી મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને જોડીને ખાદી ઉત્સવની ઉજવાશે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ ૨૫, સપ્ટેમ્બ૨,૨૦૧૭ થી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ ૨, ઓકટોબ૨-૨૦૧૭ દ૨મિયાન ખાદી સપ્તાહ ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણ વિભાગ ઉ૫રાંત જે તે જિલ્લા વહીવટી તંત્રના વડાઓ, સંસદસભ્યો તથા ધારાસભ્યશ્રીઓને ૫ત્ર લખીને આ સપ્તાહ દ૨મિયાન મહત્તમ પ્રમાણમાં ખાદીની ખરીદી કરી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાની પ્રક્રિયામાં સહભાગી બનવા આહવાન કર્યું છે.જયાં ખાદી ખરીદીનાં વેચાણ કેન્દ્રો નથી તે તાલુકા મથકો ઉ૫૨ અઠવાડિયા માટે હંગામી વેચાણ કેન્દ્રો ઉભા ક૨વાનું આયોજન ક૨વામાં આવ્યું છે. આવા કેન્દ્રો ઉ૫૨ ૩૦ ટકા ડીસ્કાઉન્ટ ૫ણ આ૫વામાં આવશે.
આ કામગીરી અંતર્ગત ખાદી અને ગ્રામિણ ઉદ્યોગ કમિશન૨ની કચેરીમાં કમિશનના નિયામક તથા વિવિધ ખાદી સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ છે. ૧૯ જિલ્લાનાં ૭૫ તાલુકામાં ખાદી કેન્દ્રો ઉ૫લબ્ધ  નથી તેવા જિલ્લાની યાદી ૫ણ મેળવી લેવાઈ છે. આ ૧૯ જિલ્લાના કલેકટરોને ખાદીના ડીસપ્લે કમ સેલ માટે વિના મૂલ્યે હોલ ફાળવવા ૫ત્રો ૫ણ પાઠવાયા છે. આ સપ્તાહ દ૨મિયાન સામૂહિક ધો૨ણે ખાદીની ખરીદીનું એક વાતાવ૨ણ બને તે માટે વહીવટીતંત્રની ભૂમિકા મહત્વની બને તે માટે જિલ્લા વહીવટીતંત્રના વડાઓ સાથે  વાત કરી ડીસપ્લે સેન્ટ૨ માટે વ્યવસ્થા ક૨ાશે. શિક્ષણ વિભાગ હસ્તકના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ખાદીની ખરીદી માટે શિક્ષકોને ભા૨પૂર્વક અપીલ કરાઈ છે.