આદસંગ ગામે પ્રેમદાસબાપુની નિર્વાણ તિથિની થયેલી ઉજવણી

1114
guj1712017-2.jpg

રાજુલા નજીક આદસંગ ધામે સમર્થ સંત ઉદાસી સંત શિરોમણી પ્રેમદાસબાપુ ગુરૂ દેવીદાસબાપુની ૭પમી નિર્વાણ તિથિનું આયોજન થયું. જેમાં અનેક સંતો-મહંતો દરેક જિલ્લામાંથી બહોળી સંખ્યામાં બારોટ સમાજ તેમજ દરેક જ્ઞાતિનો સેવક સમાજ હજારોની સંખ્યામાં હાજરી સાથે સંતવાણી સહિતનો ભોજન મહાપ્રસાદ ભજનધારાનો લાભ લીધો હતો.
આદસંગ ધામે ઉદાસી સમર્થ સંત શિરોમણી પ્રેમદાસબાપુ ગુરૂ દેવીદાસબાપુની ૭પમી નિર્વાણ તિથિનું ભવ્યાતિભવ્ય આયોજન થયું. જેમાં ૩ આદસંગ ઘનશ્યામનગર અમુહખેતીથી લઈ દેશ-વિદેશનો બાપુનો સેવક સમાજ તથા પૂજ્ય પ્રેમદાસબાપુના પૂર્વાશ્રમનો બારોટ સમાજની બહોળી સંખ્યામાં હાજરી સાથે સવારે સમાધી પૂજન, બપોરે મહાપ્રસાદ, બટુક ભોજન તેમજ હજારોની સંખ્યામાં સેવક સમાજે ભોજન અને રાત્રે સંતવાણી કલાકારોમાં ભજન આરાધક જયદિપ સોની, દલસુખ પ્રજાપતિ, કરણદાન ગઢવી અને રાણીબહેન ઓડેદરા દ્વારા ભજન ગાયા હતા. આ વખતે તિથિ ઉજવવાનું આયોજન મઢી તરફથી કરવામાં આવ્યું હતું તેમજ એક ઉદાસીબાપુ સેવક ગણ મંડળની પણ રચના કરવામાં આવી હતી.