સ્કાઉટ ગાઈડ સંઘનાં અજયભટ્ટનું શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપી સન્માન

1027
guj1712017-6.jpg

ભાવનગરની જાણિતી શૈક્ષણિક સંસ્થા ગિજુભાઈ કુમાર મંદિરમાં ૨૫ વર્ષથી શિક્ષક તરીકે સેવારત અને સ્કાઉટીંગ પ્રવૃત્તિમાં ૩૫ વર્ષથી સક્રીય જોડાયેલ ભાવ.જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘનાં જિલ્લા મંત્રી તથા ગુજ.રાજ્યમાં રાજ્ય સહ મંત્રી એવા અજયભાઈ ભટ્ટનું તાજેતરમાં સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન કરી એવોર્ડ એનાયત કરાયો હતો.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ કામગીરી અને સિધ્ધી સબબ ચાર વખત અને શિશુવિહાર સંસ્થા દ્વારા મળી ચાર તથા દક્ષિણામૂર્તિ ભવન દ્વારા મળી આજ સુધીમાં પાંચ એવોર્ડ શૈક્ષણિક ક્ષેત્રે મેળવી શુકલે અજયભટ્ટ ભટ્ટને તા.૧૨ નવેમ્બરે રાજુભાઈ રાણાની વિશેષ ઉપસ્થિતીમાં એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
 અજયભાઈ ભટ્ટની બાળકોમાં સંસ્કાર સિંચનની ખેવના, સ્કાઉટીંગ દ્વારા સર્વાંગી વિકાસના અથાક પ્રયાસોની આ તકે નોંધ લેવામાં આવી હતી અજયભાઈ ભટ્ટ દર્શનાબેન ભટ્ટએ એવોર્ડ સ્વીકારી ‘બાળ દેવો ભવઃ’ કહી આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleઆદસંગ ગામે પ્રેમદાસબાપુની નિર્વાણ તિથિની થયેલી ઉજવણી
Next articleચિત્રા જે ભગવાન આશ્રમના કેશવનાથબાપુની ભાવનગરમાં રચાયેલી નવી સંગતને આવકાર