એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે અત્યાર સુધીના સૌથી વધુ કન્ટેઈનરનું સંચાલન કર્યુ

938
guj1712017-3.jpg

પીપાવાવ, ભારત, એપીએમ ટર્મિનલ્સે એપીએલ બોસ્ટન પોર્ટ કોલ દરમિયાન સૌથી મોટા કન્ટેઈનર વોલ્યુમનું સફળતાપૂર્વક સંચાલન કરીને ગ્રાહકો માટે નવો પોર્ટ ઉત્પાદકતાનો માપદંડ સ્થાપિત કર્યો છે. 
કુલ ૩૬૩૬ મુવ, પ૬૮ર ટીઈયુ ર૧ કલાક રપ મીનીટના વિક્રમ સમયમાં સલામતીપૂર્વક પૂર્ણ થયા હતા. જેમાં ઓગસ્ટ, ર૦૧૦ના અગાઉના ૩ર૦૭ મુવ, ૪૭પપ ટીઈયુના વિક્રમને તોડી નાખ્યો હતો. એટલો જ મહત્વપૂર્ણ નવો બર્થ ઉત્પાદકતા (બીએમપીએચ) વિક્રમ કલાક દીઠ ૧૬ર.ર૦ મૂવનો હાંસલ થયો હતો. જે અગાઉ જુલાઈ, ર૦૧૪માં ૧પ૧.૯૩ એમપીએચનો હતો. કુલ પોર્ટ પરથી ઉતરના અતંરિયાળ વિસ્તારમાં રેલ દ્વારા ૩રર૪ ટીઈયુનું સ્થળાંતર થયું હતું.
એપીએમ ટર્મિનલના મેનેજીંગ ડિરેક્ટર ફેલ્ડ પેડરસેને કહ્યું હતું કે, આ એપીએમ ટર્મિનલ પીપાવાવ માટે ગર્વની ક્ષણ છે. અમારા વેલ્યુ પ્રોપોઝિશનમાં કાર્યકારી કાર્યદક્ષતા હાર્દ છે અને અમે અમારો ઉત્પાદકતાનો માપદંડો તોડ્યો હોવા બદલ ખુશ છીએ.
 પોર્ટ પર કાર્ગો ઝડપથી ખાલી થવાથી અમારા ગ્રાહકો માટે કાર્યદક્ષતામાં વધારો થશે. અમે અમારા ગ્રાહકો માટે કાર્યકારી કાર્યદક્ષતા પ્રદાન કરવા શ્રેષ્ઠ કામગીરી કરવાનું ચાલુ રાખીશું.
આ સફળતા ૮ નવેમ્બર, ર૦૧૭ના રોજ મળી હતી અને એ દિવસે સીઆઈએકેસએનનું જહાજને એમ.વી. એપીએલ બોસ્ટનને સંયુક્તપણે એપીએલ/સીએમએ, ઓઓસીએલ, ઝેડઆઈએમ, મર્સ્ક અને આરસીએલ દ્વારા સંયુક્તપણે ઓપરેટ કર્યુ હતું.સાપ્તાહિક સી આઈએકસએ સર્વિસ પીપાવાવ પોર્ટનો કોલોંબો, સિંગાપુર, હોંગકોંગ, શાંઘાઈ, નિન્ગ્બો, ઝિયામેન અને ચાઈવાનને જોડે છે.

૬૯ દેશોમાં ૭૬ ટર્મિનલ સાથે સંતુલિત નેટવર્ક

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ) ભારતમાં દેશનું પ્રથમ સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી)માં નિર્માણ પામેલું બંદર છે, જે ગુજરાત અને ભારતના ઉત્તરના વિસ્તારો સાથે ઉત્કૃષ્ટ જોડાણ ધરાવે છે તે કન્ટેઈનર્સ, બલ્ક, લિક્વિડ અને રો રો કાર્ગોની અવરજવર માટે પ્રવેશદ્વારા તરીકે કામ કરે છે. એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ) એપીએમ ટર્મિનલ્સનો ભાગ છે. જે અગ્રણી ગ્લોબલ પોર્ટ અને કાર્ગ ઈનલેન્ડ સર્વિસ પ્રોવાઈડર છે તથા ૬૯ દેશોમાં ૭૬ ટર્મિનલ સાથે સંતુલિત ટર્મિનલ નેટવર્ક પુરૂ પાડે છે. સાત નવા બંદર નિર્માણધિન છે તથા ઈનલેન્ડ સર્વિસ નેટવર્ક ૧૧૭ સ્થળોમાં પથરાયેલું છે.

Previous articleડો. હેમંત પટેલ ઇન્ડિયન રેડીઓલોજીકલ એન્ડ ઇમેજિંગ એસો.ના પ્રમુખ તરીકે વિજેતા
Next articleઆદસંગ ગામે પ્રેમદાસબાપુની નિર્વાણ તિથિની થયેલી ઉજવણી