અમદાવાદની સાયન્સ સિટીમાં હવે આફ્રિકન પેંગ્વિન જોવા મળશે

104

ગુજરાત સરકાર પર્યાવરણ અને કુદરતી ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા હમેશાથી કાર્યરત રહી છે- શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
અમદાવાદ સાયન્સ સિટી ખાતે આફ્રિકન પેંગ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે ,આ અંગે આયોજીત કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યું કે, આફ્રિકન પેંગ્વિનની આ મહત્વની પ્રજાતિ છે, જે લુપ્ત થવાની ભીતિમાં છે અને તેમની સંખ્યા ઓછી થતી જાય છે, ત્યારે અહી એકવેટિક ગેલેરી ખાતે આ આફ્રિકન પેંગ્વિનનો સમાવેશ કરવાનો મહત્વતતા એ છે કે આ પ્રજાતિના સંવર્ધન્નના સુયોગ્ય પ્રયત્નો વધારી શકાય, લોકોને શૈક્ષણિક રીતે ઉપયોગી થાય અને સાથે સાથે માનવીય પ્રવૃતિઓ દ્વારા પ્રાણીઓ લુપ્ત થવાની અણી પર આવી જાય છે તે વિષે લોકોમાં જાગૃતિ આવે, તે હેતુથી આફ્રિકન પેંગ્વિનનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પર્યાવરણ અને તેની કુદરતી ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા હમેશા કાર્યરત રહી છે અને એ દિશામાં જ આ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે આ અવસરે સાયન્સ સીટીની પૂર્વ ભૂમિકા આપતા કહ્યું કે, જનમાનસમાં વિજ્ઞાન અંગે જાગૃતિ ઉભી થાય તેના ભાગરૂપે ગુજરાત સાયન્સ સિટી 2.0 નું માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું અને પરિણામ સ્વરૂપે આજે વિશાળ સંખ્યામાં લોકો સાયન્સ સીટીનો લાભ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, કોવીડકાળ બાદ ૧૬ જુલાઈથી સાયન્સ સીટી પુન કાર્યરત કરવામાં આવી ત્યાર બાદ સાડા ત્રણ લાખથી વધુ લોકોએ તેનો લાભ લીધો છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ કે, આ અદભૂત જીવો વિષે જાણવાની તક આપણી ભાવિ પેઢીને મળે અને સહુ જીવો સાથે મળીને જીવે એવો ભાવ પ્રેરિત થાય એવો ધ્યેય અમે રાખીએ છીએ ઉલ્લેખનીય છે કે , ગુજરાત સાયન્સ સિટીની એકવેટિક્સ ગેલેરીમાં રાખવામા આવેલા આ પાંચ આફ્રિકન પેંગ્વિન( સ્પેનિસ્ક્સ ડેમસર્સ) છે. પેંગ્વિનની આ પ્રજાતિ દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે વસે છે, પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ્ય માનવ સંભાળ હેઠળ તેમનુ સંવર્ધન કરવામાં આવે છે. ગુજરાત સાયન્સ સિટી ઘણા એકવેટિક અને સેમી એકવેટિક જીવોનું સંવર્ધન કરે છે હવે તેમાં પેંગ્વિનનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે. સાયન્સ સિટી દ્વારા પેંગ્વિન વિષે જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃતિઓ દ્વારા હાથ ધરાશે. તમામ ઉમરના મુલાકાતીઓને પેંગ્વિન વિષે જાણવાનું ગમશે અને જૈવવિવિધતાની ચર્ચા કરવાનો અને બાળકો તથા સામાન્ય નાગરિકોને પ્રાણીઓના વસવાટ વિષે શીખવા મળશે. અત્રે નોંધનીય છે કે 17 જુલાઇ થી 30 નવેમ્બર સુધીમાં કુલ 35,0000 થી વધુ લોકો સાયન્સ સિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.