બાઈક લઈ છત્રીયાળા થી પોતાની સાસરીમાં લિંબોડા ગામે જઈ રહ્યા હતા ત્યારે રાણપુરમાં લિંબડી રોડ પર ટેક્ષપીન-૨ પાસે બન્યો બનાવ
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં લિંબડી રોડ ઉપર ટેક્ષપીન -૨ કંપની પાસે રાત્રીના સમયે છત્રીયાળા ગામના બાઈક ચાલકે કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાતા ચાલકનું મોત નિપજ્યુ હતુ.
આ ઘટના અંગે મળતી માહીતી અનુસાર ચુડા તાલુકાના છત્રીયાળા ગામે પંચર ની દુકાન ચલાવતા હસમુખભાઈ રામસંગભાઈ વાળા પોતાનું મોટરસાઈકલ લઈને છત્રીયાળા થી પોતાના સાસરે લિંબોડા ગામે જઈ રહ્યા હતા તે દરમ્યાન રાણપુર-લિંબડી રોડ ઉપર ટેક્ષપીન-૨ કંપની પાસે પહોચતા રોડ ઉપર ખાડો આવતા મોટરસાઈકલ ઉપરથી કાબુ ગુમાવતા મોટરસાઈકલ સ્લીપ ખાતા હસમુખભાઈ વાળા રોડ ઉપર ઢસડાયા હતા.જેને લઈને હસમુખભાઈ રામસંગભાઈ વાળા(ઉંમર-૪૨)ને માથામાં ખોપરી ના ભાગે ગંભીર ઈજા તેમજ તેમજ શરીરના ભાગે ઈજાઓ થતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.જ્યારે આ ઘટનાની જાણ રાણપુર પોલીસ ને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક ને ૧૦૮ એમબ્યુલન્સ મારફતે રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.માટે ખસેડવામાં આવેલ જ્યારે વધુ તપાસ રાણપુર પોલીસ ચલાવી રહી છે.જ્યારે વધુ મળતી માહીતી પ્રમાણે મૃતક હસમુખભાઈ વાળા ની આંખ નું દાન આપવાનુ પરીવારજનોએ નક્કી કર્યુ હતુ.જે ચક્ષુદાન લેવા માટે વિછીયાથી ટીમ આવી હતી.હસમુખભાઈ વાળાની બંને આંખનું ચક્ષુદાન કરતા ૨ લોકો ને રોશની મળશે અને દુનીયા જોઈએ શકશે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર