પૂરાણીસ્વામીની પૂણ્યતિથિ નિમિત્તે ગુરૂકુળમાં મેગા રક્તદાન કેમ્પ, ૮૪૦ બોટલ એકત્ર કરાઈ

795
bvn2692017-15.jpg

સ્વામીનારાયણ ગુરૂકુળ સરદારનગરના આદ્યસ્થાપક પૂરાણી સ્વામી નારાયણપ્રિયદાસજીની તૃતિય પૂણ્યતિથિ નિમિત્તે આજે ગુરૂકુળ ખાતે યોજાયેલા મેગા રક્તદાન કેમ્પમાં ૮૪૦ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.
પૂરાણી સ્વામી નારાયણપ્રિયદાસજીની આજે રપમીના રોજ તૃતિય પૂણ્યતિથિ નિમિત્તે ભાવનગર બ્લડબેંકના સહયોગથી મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરૂકુળની સંલગ્ન સંસ્થાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ હરીભક્તો સહિત સ્વૈચ્છિક રકતદાતાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું અને મોડીસાંજ સુધી ચાલેલા રક્તદાન કેમ્પમાં કુલ ૮૪૦ યુનિટ રક્ત એકત્ર થયું હતું.
સ્વામીનારાયણ ગુરૂકુળ દ્વારા કુલ ૧૦૦૦નો ટારગેટ રાખવામાં આવ્યો હતો પરંતુ વર્તમાન સમયમાં ચીકનગુનિયા સહિતના રોગના કારણે અનેક રકતદાતા રકતદાન કરી શક્યા ન હતા. પરિણામે ૪૦ યુનિટ એકત્ર થયું હતું. આ કેમ્પને સફળ બનાવવા સ્વા.ગુરૂકુળના સંચાલક કે.પી. સ્વામી સહિત સંસ્થાના સ્ટાફ અને બ્લડ બેંકના સંજયભાઈ દેસાઈ સહિત સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Previous articleપપ્પુ ઉર્ફે બિહારીએ રીમાન્ડમાં ચીલઝડપ કર્યાની કબુલાત કરી
Next articleઆનંદનગર વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ‘બાડો’ ઝડપાયો