પપ્પુ ઉર્ફે બિહારીએ રીમાન્ડમાં ચીલઝડપ કર્યાની કબુલાત કરી

779
bvn2692017-14.jpg

શહેરના વઢેચી વડલા રામજીની વાડી પાસેના ફ્લેટમાં તપાસ અર્થે ગયેલા બે પોલીસ જવાન પર ફાયરીંગ કરનાર પપ્પુ ઉર્ફે બિહારીને પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવ્યા હતા. જેમાં પપ્પુની પુછપરછ કરતા તેણે તથા તેના સાગરીતે ચીલઝડપ કર્યાની કબુલાત આપતા પોલીસે સિધ્ધાર્થ નામના શખ્સને ઝડપી લીધો છે.
શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ડી-સ્ટાફમાં ફરજ બજાવતા દશરથસિંહ અને લખધીરસિંહ ચીલઝડપની તપાસ અર્થે ગઢેચી વડલા રામજીની વાડી પાસેના ફલેટમાં ગયા હતા. ફ્લેટ રૂમ નં.ર૦રમાં હાજર પપ્પુ ઉર્ફે બિહાર કમલભાઈ પટેલએ તપાસમાં ગયેલા બન્ને પોલીસ જવાન પર ફાયરીંગ કરી ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. બનાવ બનતા એસ.પી. સહિતના ઘટનાસ્થળે દોડી જઈ તુરંત બનાવની તપાસ હાથ ધરતા પપ્પુને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડમાં પુછપરછ દરમ્યાન પપ્પુએ તેના સાગરીત સિધ્ધાર્થ ઉર્ફે ભોલો વાણીયા સાથે મળી ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી. તપાસમાં સિધ્ધાર્થનું નામ ખુલતા બોરતળાવ પોલીસ સ્ટાફે તેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleયુનિ. કેમ્પસમાં ખાદી સપ્તાહની ઉજવણી
Next articleપૂરાણીસ્વામીની પૂણ્યતિથિ નિમિત્તે ગુરૂકુળમાં મેગા રક્તદાન કેમ્પ, ૮૪૦ બોટલ એકત્ર કરાઈ