એન.આર.જી. ફાઉન્ડેશન ખાતે ઉપસચિવના હોદ્દા પરથી વય નિવૃત થયેલ હરીશભાઈ ગોહિલની આધ્યાત્મિક વાતાવરણમાં ફેરવેલ કમ પરમાત્માના દિવ્યઅવતરણ સંદેશ અને બ્રહ્માકુમારીઝની ગતિવિધીથી માહિતગાર કરવા બ્રહ્માકુમારી, શિવશક્તિ ભવન, સેક્ટર-૨૮, ગાંધીનગર ખાતે આયોજિત સ્નેહમિલનમાં રાજયોગિની બી. કે. કૈલાશ દીદીજી ગોહિલજીનું આત્મ સ્મૃતિનું તિલક કરીને તથા શૉલ ઓઢાડીને સ્વાગત-સન્માન કરી રહ્યા છે.
જેમાં સામાન્ય વહિવટ વિભાગના અધિક સચિવ એન. પી. લવીંગીયા, સંયુક્ત સચિવ સી. એમ. સદાદીયા, એન.આર.જી. ફાઉન્ડેશનના નિયામક કે.ડી.અસારી, મામલતદાર જે.પી.પટેલ તથા ઉપસચિવ મહેન્દ્રભાઈ ચૌહણ પણ દ્રષ્ટિગોચર થાય છે.



















