૧૦૦૦ લીટર દેશી દારૂના કેસમાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

1268
bvn2792017-3.jpg

અલંગ શીપયાર્ડ ખાતે આવેલી એક ખોલીમાંથી અલંગ મરીન પોલીસ સ્ટાફે દોઢ માસ પહેલા ૧૦૦૦ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. રેડ દરમ્યાન બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો તે ફરાર આરોપીને આજરોજ અલંગ મરીન પોલીસ સ્ટાફે ઝડપી લઈ પુછપરછ કરતા દેશી દારૂ ખાટડી ગામે રહેતો શખ્સ બ્લેક કલરની સફારીમાં આપી ગયો હોવાનું જણાવ્યું હતું. અલંગ મરીન પો.સ્ટે પ્રોહી એકટ કલમ ૬૫ ઇ , મુજબ નો ગુન્હો ગઇ તા. ૯/૮/૨૦૧૭ ના રોજ રજી થયેલ  જે કામે નાસતો ફરતો આરોપી – બંછા સાસમલ ઉર્ફે અજય રઘુ સાસમલ  ઉ.વ. ૩૮ રહે.  અલંગશીપયાર્ડ  પ્લોટ  નં- ૧ સામે  તા. તળાજા  મુળ-  ગંજામ (ઓરીસા) વાળા ને અલંગ મરીન પો.સ્ટે ઇ.ચા પો.ઇન્સ.એસ.એન. ચુડાસમા તથા હેડ કોન્સ  ગીરઘરભાઇ.જી.સરવૈયા, પો.કોન્સ હીંમતભાઇ સરવૈયા, પો.સ્ટાફ ના માણસો ની ટીમ વર્ક થી આરોપી ને પકડી  પાડેલ છે.  તેમજ આરોપીની પુછપરછ કરતા જણાવેલ કે, દેશી પીવાનો દારૂ લી. ૧૦૦૦ પોતે તથા તેના ભાગીદાર અનીલ આનસુ મેનેજીક રહે. અલંગ શીપયાર્ડ પ્લોટ  નં- ૧ સામે તા.તળાજા મુળ – કર્ણાટક  વાળાને ખાટડી ગામના શકિતસિંહ ચકુભા રાયજાદા કાળા કલરની સફારી કાર રજી નં જીજે ૧૨ એકે ૧૭ ૮૧માં આપી ગયેલનુ  જણાવેલ તેમજ દેશી પીવાના દારૂ પોલીસ પકડી ન પાડે  તે અનીલ આનસુ મેનેજીકે દેશીદારૂ ખોલીમાં સંતાડી ખોલી ફરતે સુંગધીત અગરબતી કરી ભાગ ભજવેલ.