વાળુકડ લોક વિદ્યાલય સંસ્થામાં વાર્ષિકોત્સવ, શુભેચ્છા સમારોહ

1041
BVN2342018-3.jpg

વાળુકડ લોક વિદ્યાલય સંસ્થામાં વાર્ષિકોત્સવ શુભેચ્છા સમારોહ યોજાય ગયો સંસ્થાના મોભી નાનુભાઈ શિરોયાના શુભાશિષ સાથે મહેમાનોના પ્રાસંગિક ઉદબોધનો યોજાયા હતા.
વિનય વિહાર કેળવણી મંડળ મંડળ સંચાલિત લોક વિદ્યાલય સંસ્થામાં ઉત્સાહભેર વાર્ષિકોત્સવ શુભેચ્છા સમારોહ યોજાયો ગયો. આ કાર્યક્રમમાં સંસ્થાના મોભી નાનુભાઈ શિરોયા શુભાશિષમાં જણાવ્યું કે આવી સંસ્થા સર્જકોની દિકરી કર્મચારીની બહેન તથા વિદ્યાર્થીઓની મા છે. આ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ મહેમાનોના પ્રાસંગિક ઉદબોધન યોજાયા હતા. અહિ ઉપસ્થિત કાર્યકર્તા મુકેશકુમાર પંડિતે વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ટકાવારી નહિ સામાજિક મુલ્યોને મહત્વ  આપવા ભાર મુક્યો.
ધર્મિષ્ઠાબેન રાણપુરાના સંચાલન તળે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કલા પિરસી હતી. સંસ્થા પરિવારે આ શુભેચ્છા સમારોહ માટે જહેમત ઉઠાવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થી મહેન્દ્રભાઈ લાઠિયા તથા વિજયભાઈ મકવાણાએ પોતાના અભ્યાસના અહિનાં સંસ્મરણો રજુ કર્યા હતા.

Previous articleઈશ્વરિયામાં પાણીનો દેકારો
Next articleશાળાના બાળકોને ભોજન અપાયું