ગોદરેજ એગ્રોવેટ લિમિટેડનો આઈપીઓ ૦૪ ઓક્ટો.એ ખુલશે, પ્રતિ ઈક્વિટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂ. ૪૫૦થી રૂ. ૪૬૦ રહેશે

1053
guj28-9-2017-1.jpg

ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ (’’કંપની’’) જે એક બહુવિધ, સંશોધન અને વિકાસ કેન્દ્રિત કૃષિ ઉદ્યોગની કંપની છે, તે તેની ઈનિશિયન પબ્લિક ઓફરિંગ (’’આઈપીઓ’’ અથવા “ઈશ્યુ’’) લાવશે, જે ૦૪ ઓક્ટોબર ૨૦૧૭ના ખુલશે અને ૦૬ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ બંધ થશે, જેમાં કંપનીના રૂ. ૧૦ની ફેસ વેલ્યુવાળા પ્રતિ ઈક્વિટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂ. ૪૫૦થી રૂ. ૪૬૦ રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ/ઈશ્યુનો સમયગાળો ૦૩ ઓક્ટોબર ૨૦૧૭થી શરૂ થશે, જે ઈશ્યુ ખુલતા પહેલાં કામકાજના એક દિવસ અગાઉથી છે.
આઈપીઓમાં કંપનીના રૂ. ૨,૯૧૫.૧૨ મિલિયન સુધી એકત્રિત કરતા નવા શેર્સનો ઈશ્યુ (’’ફ્રેશ ઈશ્યુ’’) અને રૂ. ૩,૦૦૦ મિલિયન સુધી માટેની ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર’’) ઓફર ફોર સેલ તથા વી-સાયન્સીસ ઈન્વેસ્ટમેન્ટ્‌સ પીટીઈ લિમિટેડ (’’વી-સાયન્સીસ’’ અથવા ’’ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર’’) ની ૧,૨૩,૦૦,૦૦૦ જેટલા ઈક્વિટી શેર્સની ઓફ ફોર સેલ સામેલ છે. ઈશ્યુમાં યોગ્યતા ધરાવતા કર્મચારીઓ માટે ’’વ્યાખ્યાઓ અને સંક્ષેપાક્ષર’’માં જણાવ્યા મુજબ રૂ. ૨૦૦ મિલિયન સુધીના સબસ્ક્રિપ્શન માટેનો હિસ્સો પણ સામેલ રહેશે. વધુમાં, કંપની નિયત કર્મચારીઓ માટે ઈએસપીએસ (“વ્યાખ્યાઓ અને સંક્ષેપાક્ષર’’માં જણાવ્યા મુજબ) હેઠળ ૪,૦૫,૫૦૦ જેટલા ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરવાનો પ્રસ્તાવ ધરાવે છે, જે ઈશ્યુની કિંમતે ઈશ્યુનો જ ભાગ રહેશે.
ફ્રેશ ઈશ્યુથી ઊભા થનારા ભંડોળનો ઉપયોગ કંપની (ૈ) કંપનીએ લીધેલી કાર્યકારી મૂડીની સગવડની પુનઃ ચૂકવણી અથવા આગોતરી ચૂકવણી માટે; (ૈૈ) કંપનીએ જારી કરેલા કમર્શિયલ પેપર્સની પુનઃ ચૂકવણી માટે; અને (ૈૈૈ) સામાન્ય કોર્પોરેટ બાબતો માટે, લાગુ પડતા કાયદાઓ અનુસાર, કરવાનો પ્રસ્તાવ ધરાવે છે.
વધુમાં, ક્યુઆઈબી હિસ્સાના પાંચ ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્‌સને સપ્રમાણ ફાળવવા માટે અનામત રહેશે, અને નેટ ક્યુઆઈબી હિસ્સાનો સિલક ભાગ તમામ ક્યુઆઈબી અરજદારોને (એન્કર ઈન્વેસ્ટર્સ સિવાયના), મ્યુચ્યુઅલ ફંડ્‌સ સહિત, સપ્રમાણ ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે તેમની પાસેથી ઈશ્યુ અથવા તેથી વધુ કિંમતની અરજીઓ મળે. નેટ ઈશ્યુના ૧૫%થી ઓછો નહીં તેટલો હિસ્સો બિન-સંસ્થાકીય અરજદારોને સપ્રમાણ ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ઈશ્યુના ૩૫%થી ઓછો નહીં તેટલો હિસ્સો, સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર, નાના રોકાણકારો માટે એ શરતે ઉપલબ્ધ રહેશે કે તેમની પાસેથી ઈશ્યુ અથવા તેથી વધુની કિંમતે અરજીઓ મળે.
એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના તમામ બિડર્સ આ ઈશ્યુમાં એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (’’આસ્બા’’) પ્રક્રિયા હેઠળ જ ભાગ લઈ શકશે, જેમાં તેમણે તેમના સંબંધિત બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે, જેમાં સ્લેફ સર્ટિફાઈડ સિન્ડિકેટ બેન્ક્‌સ નાણાં બ્લોક કરશે. એન્કર ઈન્વેસ્ટર્સને આસ્બા પ્રક્રિયા હેઠળ અરજી કરવાની છૂટ નથી.

Previous articleરાજુલામાં જય માતાજી યુવા ગૃપ દ્વારા ચાલતો નવરાત્રિ મહોત્સવ
Next articleનવસર્જન ગુજરાત અભિયાન તળે રાજુલામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત અધિકાર રથનો પ્રારંભ