જાફરાબાદના રોહીસા, ધારાબંદર ગામે ખેડુત શિબિરનું આયોજન

783
guj28-9-2017-3.jpg

જાફરાબાદ તાલુકાના રોહીસા અને ધારાબંદર ગામ સમસ્ત ખેડુતો માટે અરબી સમુદ્રની ગોદમાં રત્નેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બે ગામના બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડુતોને ખેતીવાડી ખાતા દ્વારા કેન્દ્ર પુરસ્કૃત તેલીબીયા વિકાસ યોજના અંતરર્ગત શિબીરનું આયોજન થયું જેમાં ખેતીના તમામ પાકોમાં લેવાતી થતી કાળજી તેમજ પાકોમાં આવતા અસાધ્યરોગ જીવાત અને તેના માટે લેવાના થતા નિયંત્રણના પગલા તેમજ ખેતીની વિવિધ યોજનાઓ વિશે જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી.ડાંગરે માહિતી આપેલ સાથો સાથ ખેતીમાં થતા મનધડત ખર્ચ ઘટાડી ખેતી સમૃધ્ધ બનાવવા અનુરોધ કરાયો આ તકે જિલ્લા ઓફીસર જીજીઆરસીમાંથી પધારેલ બલદાણીયા પાણીની બચત કરવા  ઉપર ભાર મુકાયો તેમજ સ્પ્રીંકલર તથા ડ્‌્રીપ ઈરીગેશન અપનાવવી નિંદામણ ખર્ચ તથા પીયત ખર્ચ અને પાણીની બચત કરવા જણાવાયું સાથો સાથ સરકારી ખેતી વિષયક યોજનાઓ અંગેની તેમજ ખેડુતોને મળતી સહાય યોજના અંગેની માહિતી આપી આ તકે જાફરાબાદ તાલુકાના વિસ્તરણ અધિકારી હિતેશકુમાર જોષીએ સ્વાગત અને સંચાલન કરેલત ેમજ આ તકે ઉપસ્થિત રહોીસા ગામના સરપંચ તેમજ રોહીસા સેવા સહકારી મંડળીના પ્રમુખ વિજાણંદભાઈ વાઘેલા, તાલુકા કારોબારી ચેરમેન છગનભાઈ વાઘેલા ઉપપ્રમુખ ભુપતભાઈ, સામાજીક કાર્યકર મહેન્દ્રસિંહ વાળા, આગેવાનો લક્ષ્મણભાઈ વગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલ અને આ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ.