સરકારી વેબસાઈટ જીસ્વાનને હેકીંગનો ભય : સાઈટ બ્લોક 

1484
gandhi1552017-2.jpg

સરકારના સૌથી મોટા ઓપ્ટીકલ સાયબરના નેટવર્કની વેબસાઈટ જીસ્વાન ને પણ સાયબર હુમલાનો ભય સતાવી રહ્યો હોવાથી તાત્કાલીક સરકારે પોતે જ જીસ્વાન વેબસાઈટને બ્લોક કરી છે અને તેના તમામ યુઝર્સને એન્ટી વાયરસની લીંક ડાઉનલોડ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. 
વિશ્વમાં હવે નવા પ્રકારનો ક્રાઈમ અને તે સાયબર ક્રાઈમનો વધતો વ્યાપ અને થતાં સાયબર હુમલા અને હેટીંગના વધતા કિસ્સાથી હવે ગવર્મેન્ટ વેબસાઈટોને પણ હુમલાનો ભય સતાવી રહ્યો છે. 
સરકારની વેબસાઈટોમાં રહેલી માહિતીનો આવા કોઈ હુમલાનો સ્ત્રોત બને તો બહું મોટું નાણાકીય અને ડેટાનું નુકશાન થવા ભય રહેલો છે અને સરકારના ડેટામાં કેટલાક અતિ મહત્વના ડેટા પણ હોવાથી આ બાબત ગંભીર બની જાય છે. 
જીસ્વાન બ્લોક કરી અચાનક એન્ટી વાયરસ ડાઉનલોડ કરવાની સુચનાથી લાખો મેઈલ કરનાર જીસ્વાનના ઉપયોગી લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. 
સમગ્ર એશિયામાં આમ તો જીસ્વાન સૌથી મોટું ઓપ્ટીકલ ફાયબર આધારિત સૌથી મોટુ નેટવર્ક ગણાય છે ત્યારે સાયબર હુમલાના ડરથી સરકાર અને આઈટી વિભાગમાં હાલ તો દોડધામ મચી જવા પામી છે તો કયાંક ચર્ચામાં છે કે આવા પ્રયત્નો થતાં જ સરકારના વિભાગો સતર્ક થઈ ગયા છે જેથી તાત્કાલિક આવી સુચના મુકવામાં આવી છે. સરકારે હાલ તો એન્ટી વાયરસ લીંક ડાઉનલોડ કરી ડેસ્કટોપ પર મુકવા માટે સેવ કરવા સૂચના આપી છે.

Previous articleર૭ મેના રોજ દહેજથી લીંકસ્૫ાન આવશે
Next articleતાંતણાના સહારે જીવન, કુદરતની કરામત