ખાંભા, ડેડાણમાં મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા સાથે માતમી ઝુલુસ

1094
bvn1032017-6.jpg

ખાંભા મુસ્લિમ સમાજ દ્વારા રવિવારે રાત્રીના સમયે તાજીયા પડમાં લાવ્યા બાદ ખાંભાના માતીયાળા રોડ ઉપર આવેલ ચોક ખાતે રાખવામાં આવે છે. શહિદે કરબલાના મેદાનમાં પોતાના સાથીઓ સાથે શહીદી વ્હોરનાર અ.સ. ઈમામ હુસેનની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા માતમ મનાવવામાં આવે છે. ખાંભા મુસ્લિમ સમાજ દ્વારા મહોરમને લઈને મીજીલીસ – બયાન અને માતમ અને સબીબના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ.
મધ્યરાત્રીએ તાજીયા પડમાં આવ્યા બાદ મુસ્લિમ સમાજહવે બપોર બાદ તાજીયાનું કઢાયેલ ઝુલુસ ખાંભા પોલીસ સ્ટેશનમાં હિન્દુ- મુસ્લિમ પરિવારો દ્વારા દર્શન કરાયા હતાં. ખાંભા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ તાજીયાના દર્શને આવતા હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓ આજે ઝુલુસમાં ઉમટી પડ્યા હતાં.  મુસ્લિમ શ્રધ્ધાળુઓ માટે ખાંભા પોલીસ દ્વારા પીવાના પાણીની અને દરેક દર્શનાર્થીઓ માટે શરબતની સુવિધા પુરી પાડવામાં આવેલ પી.એસ.આઈ. રાણા દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ.
ડેડાણ મુસ્લિમ સમાજ દ્વારા આયોજીત શહિદે કરબલાના મેદાનમાં ધર્મ રક્ષા માટે શહિદિ વ્હોરનાર ઈમામ હુસેનની યાદમાં ડેડાણ ગામમાં ઝુલુસ કાઢવામાં આવેલ. હિન્દુ – મુસ્લિમ એકતાના દર્શન થતા હોય તેમ વિશ્વ પ્રસિધ્ધ શ્યામ મંદિર પટાંગણમાં તાજીયાને રાખવામાં આવેલ. બાદમાં ડેડાણ ગામ સમસ્તમાં ઝુલુસ કાઢવામાં આવેલ પીએસઆઈ ભરત કબુવાત, એએસઆઈ મહેન્દ્રભાઈ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ. 

Previous article રાજુલાના માંડરડી ગામે રોડના ખાતમુર્હુત બાદ કામ શરૂ થયું
Next article રાજુલા ભાજપના હોદ્દેદારોની કરાયેલી બિનહરીફ વરણી