રાજુલાના માંડરડી ગામે રોડના ખાતમુર્હુત બાદ કામ શરૂ થયું

883
guj1032017-5.jpg

રાજુલા તાલુકાના માંડરડી ગામે સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ હસ્તે ર કિલોમીટરના નવો રોડ રૂા.રપ લાખના ખર્ચે ખાતમુર્હુત સાથે જ રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ.
રાજુલા તાલુકાના માંડરડી સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ નેતા રમેશભાઈ વસોયા, સરપંચ દેવાયતભાઈ લુણી, યુવા તાલુકા ભાજપ  પ્રમુખ હર્ષભાઈ વસોયા, રાજુલા નગરપાલિકા ચેરમેન દિલીપભાઈ જોશી, મહેશગીરીબાપુ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ તેમજ ગામ આગેવાનો તેમજ ગ્રામ લોકોની બહોળી સંખ્યામાં માંડરડીના જુનો જર્જરીત થઈ ગયેલ રોડને નવીનીકરણ માટે સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીની જહેમતથી રૂા.રપ લાખના ખર્ચે ર કિલો મીટર સુધી રોડ બનાવવા ખાતમુર્હુત તો થયું પણ તાબડતોબ નવો રોડ બનાવવાનું તેમજ દિવસે શરૂ થતા ગામ લોકોમાં ખુશીની લહેર જોવા મળી ખાતમુર્હુત પછી તુરત જ બનતો હોય તે સૌપ્રથમ ઘટના બની જે ગામ લોકો તેમજ ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયત બોડીએ સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય હિરાભાઈ સોલંકી તેમજ યુવા નેતા તાલુકા પ્રમુખ હર્ષ વસોયાને અભિનંદન આપ્યા હતા.

Previous article રાજુલા જાયન્ટસ ગ્રુપ દ્વારા ગાંધીજયંતિની ઉજવણી કરાઈ
Next article ખાંભા, ડેડાણમાં મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા સાથે માતમી ઝુલુસ