રાજુલા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ દ્વારા તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, ઉપપ્રમુખ જગુભાઈ ધાખડા તેમજ ઉપપ્રમુખ યોગેશભાઈ આર. ભટ્ટની બિનહરીફ નિમણુંક થતા ભાજપ પક્ષને વધુ વેગ મળશે. જેમાં કાઠી ક્ષત્રિય અને ભુદેવોના તેમજ ભાજપ પક્ષના આગેવાનોએ અભિનંદનની વર્ષા કરેલ છે. જેમાં તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોરનું આહિર સમાજમાં જબરૂ નેટવર્ક હોવાથી પક્ષ વધુ મજબુત બની આગામી ચૂંટણીમાં સારા પરિણામ દેખાય રહ્યાં છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ અભિનંદન પાઠવ્યા છે.