છોકરા પકડવાની ગેંગ રાજુલામાં ઉતરી આવ્યાના વોટ્‌સએપ મેસેજ છોડનાર પત્રકાર સામે ફરિયાદ

1688

આજે રાજુલામાં છોકરા પકડવાવાળી ૩૦૦ માણસોની ગેંગ ઉતરી આવી છે અને રાજુલા પોલીસ દ્વારા સંતર્ક રહેવા જણાવાયું છે. આવા ખોટા મેસેજ વોટસએપ ગ્રુપ લખનાર એક કહેવાતા અને લેભાગુ પત્રકારના ન્યુઝ એસ.એસ. ન્યુ ઈન્ડિયા ગ્રુપ તેનો મો.નં. ૯ર૪૪રપ૮૮ર વોટસએપ (ઓન ડયુટી) એડમીન દ્વારા ખોટા મેસેજ વાયરલ થતા ‘લોકસંસાર’ પ્રતિનિધિ અમરૂભાઈ દ્વારા રાજુલા પોલીસ મથકના પી.આઈ. યુ.ડી.જાડેજાને પુછતા તેના જવાબમાં પી.આઈ યુ.ડી. જાડેજાએ કહેવાતા તદ્દન ખોટી અને પાયા વિહોણી છે. રાજુલા પોલીસ મથકમાં આવી કોઈ મેસેજ આવ્યા પણ નથી અને અમોએ કોઈ પણ મેસેજ રાજુલા શહેર કે તાલુકામાં જનતા સમક્ષ કોઈપણ ચેતવણી આપી નથી અને તુરંત જ યુ.ડી.જાડેજા જિલ્લા અધ્યક્ષ નિર્લિપ્ત રાયને જાણ કરી કે આવો કોઈ પત્રકાર રાજુલા પોલીસના નામે ખોટા મેસેજ વાયરલ કરી રહ્યો છે. તુરંત જ એસ.પી.એ આ કહેવાતા પત્રકાર અને જનતામાં ખોટી અફવા ફેલાવનારને તાત્કાલિક પકડી પાડવા આદેશો છુટયા છે. પોલીસ અને પત્રકાર એક સિકકાની બન્ને બાજુ હોય છે જે એક બીજાના પુરક બની જનતાના હિતનું જ વિચારતા અને તેની કોઈ શેહ શરમ રાખ્યા વીના સેવા બજાવતા હોય છે. તેવા સમયે કે હાલ દરેક જીલ્લા તાલુકાઓમાં છોકરા પકડવાવાળી ગેંગ છે તેમ કહી નિર્દોષ લોકોને ભિક્ષુકોને જનતા મારી મારીને અધમુવા કરી નાખે છે. જેમાં એક મહિલા સુરતમાં મૌતને પણ ભેટી તેવો દહેશત ભર્યો માહોલ આખા રાજયમાં પ્રવૃતિ રહો હોય તેવા સમયે રાજુલામાં ૩૦૦ માણસોની છોકરા પકડવાવાળી ગેંગના મેસેજ  રાજુલા પોલીસને પણ બદનામ કરવા જેવી બાબત છે. મજકુર ઈસમને કાયદાનું ભાન કરાવવા તેના વિરૂધ્ધમાં પી.આઈ. યુ.ડી.જાડેજા જાતેથી સરકાર તરફે પીસી કલમ પ૦પ (બ) મુજર ફરિયાદી બની ગુનો રજી. કરાવી મજકુર આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Previous articleબગદાણાના રતનપર ગામે અંધશ્રધ્ધાની બોલબાલા
Next articleકેન્દ્ર સરકારના ચાર વર્ષ   પૂર્ણ થતા સંપર્ક સે સમર્થન અંતર્ગત ભાવનગરના સાંસદ ભારતીબેન ‘લોકસંસાર’ની મુલાકાતે