મહેસાણામાં નીતિન પટેલ સામે ૩૩ ઉમેદવાર રહેશે

641
guj2122017-8.jpg

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મહેસાણા ઉપર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ૩૩ ઉમેદવારોનો સામનો કરનાર છે. પાટીદાર અનામત આંદોલનના મુખ્ય હબ તરીકે રહી ચુકેલા મહેસાણામાં પાટીદારોની ભૂમિકા ચાવીરુપ રહી શકે છે. હકીકતમાં પાસના લોકો કોઇપણ કિંમતે ભારતીય જનતા પાર્ટીને હાર આપવા માટે કમરકસી લીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતન પટેલે કહ્યું છે કે, મોટી સંખ્યામાં ઉમેદવારો મહેસાણામાં પોતાના ભાગ્યને અજમાવી રહ્યા છે પરંતુ તેમને જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે. નીતિન પટેલનુ ંકહેવું છે કે, તેમની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી સીધીરીતે જીત મેળવી શકે તેવી સ્થિતિમાં નથી જેથી તે તમામ પ્રકારના દાવપેચ રમી રહી છે. મતોને વિભાજિત કરવાના પ્રયાસ કરી રહી છે. વર્ષ ૨૦૧૨માં મહેસાણામાં ૧૪ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ભાજપ, કોંગ્રેસ, જેડીયુ અને ૧૧ અપક્ષ ઉમેદવારો હતા. આ વખતે મહેસાણામાં કુલ મતદારોની સંખ્યા ૨.૯૭ લાખની આસપાસ છે જેમાં પાટીદારોની સંખ્યા સૌથી વધારે હોવાનું જાણવા મળ્યું છે. મહેસાણાના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીનું કહેવું છે કે, ૩૪ ઉમેદવારોને મત આપતી વેળા તેમની સામે નોટાના વિકલ્પો પ ણ રહેશે. મહેસાણામાં શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા તમામ તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. ત્રણ ઇવીએમ અને વીવીપેટ સેટ રાખવામાં આવ્યા છે. વોટિંગ માટે તમામ બૂથ ઉપર તૈયારીઓ રાખવામાં આવી છે. મહેસાણાના મતદારો પાસે વિકલ્પો પુરતા છે. હકીકતમાં મહેસાણા બેઠક પર ૪૦ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા જેમાં આઠ પાટીદારો, સાત મુસ્લિમો, નવ ઠાકોર, પાંચ પરમાર, ચાર પ્રજાપતિ અને સાત અન્ય ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો ભર્યા હતા. મહેસાણામાં સૌથી નજીકની સ્પર્ધા થવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, આ બેઠક ઉપર પરિણામથી હાર્દિક પટેલની કુશળતા પણ સાબિત થશે

Previous articleપાટોત્સવ નિમિત્તે સાંઈમંદિરે ઝળહળાટ
Next articleરાજકોટમાં મંજુરી વિના સભા યોજતા હાર્દિક પટેલ વિરૂધ્ધ ચૂંટણી અધિકારીએ કરેલી ફરિયાદ