વિજળી વીના જીવનની કલ્પના અસંભવ છે : ડો.નિલમ ગોયલ

926
bvn8102017-6.jpg

વિકસીત ભારત વિકાસ યોજના જાગરૂકતા અભિયાન અંતર્ગત ભારતની પરમાણું સહેલી ડો. નિલમ ગોયલ ધ્વારા રેલવે સીનીયર સેકન્ડરી સ્કુલમાં વિષર્થીઓ ને દેશના વિકાસની યોજનાઓ અંગે જણાવ્યુ સાથે પરમાણુ ઉર્જા વિષગ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ જેમાં બાળકોને  ફિલ્મ પ્રદર્શિત કરી જાણકારી આપવામાં આવી. જેમાં દર્શાવવામાં આવ્યુ કે ભારતના વિકાસનો મુખ્ય આધાર વિજળી છે આજે એવું કોઈપણ ક્ષેત્ર બાકી નથી કે જયાં વિજળી વિના જીવનની કલ્પના થઈ શકે, પછી કૃષિ હોય, ઉધોગ હોય અથવા તો સર્વિસ હોય, દરેક વિજળી આધારીત છે એટલે કે વિજળી વિના વિજળીના જીવનની કલ્પના અસંભવ છે. 
ઉપરાંત તેઓએ જણાવ્યુ કે આપણા દેશમાં પરમાણુ ઉર્જાથી ફકત ૩ ટકા જ વિજળીનું ઉત્પાદન થઈ શકે છે જયારે બીજા દેશોમાં ર૧ થી ૮પ ટકા સુધી પરમાણુ ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે,  જયારે આપણા દેશમાં તેના વિપુલ ભંડારો છે તેમણે જણાવ્યુ કે આપણા દેશમાં ૧૯૬૯ થી પરમાણુ ઉર્જા થી વિજળી ઉત્પન્ન કરવામાં આવી છે પરંતુ આજે પણ આપણે બહુજ પાછળ છીએ કારણ કે વિધાર્થીઓ તેમજ સામાન્ય માણસમાં પરમાણુ ઉર્જા પ્રતિ જાણકારીનો અભાવ છે તેમણે જણાવ્યુ કે લોકોનો પરમાણુ ઉર્જા પ્રત્યેનાં ડરનું કારણ હીરોશીમા તેમજ નાગાસાકી ઉપર અમેરીકા ધ્વારા ફેંકવામાં આવેલા બોમ્બ તેમજ તેમનાથી થયેલ વિનાશ અને જાનહાની છે. જયારે પરમાણુ બોમ્બ તેમજ પરમાણુ ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરવાની કાર્યપ્રણાલી બિલ્કુલ વિપરીત છે. પરંતુ આપણે પરમાણુ ઉર્જાનું એક વિકરાળ રૂપ જોયુ છે કે આપણે આજે પણ જયારે આપણે દરેક બાબતો જાણતા હોવા છતાં સહમત થતાં નથી પરંતુ સમયની સાથે આપણે આપણા મન માંથી તેનો ભય કાઢવો જ પડશે અને સાચી હકીકતોથી વાકેફ થવું પડશે.  સ્કુલના પ્રિન્સીપાલ રામસિંહ જલેર તેમજ રેલવે વિભાગે થી ડી.સી.એમ.માશુક અહમદ તેમજ દરેક અધ્યાપકોએ કાર્યક્રમની સરાહના કરી તેમજ દરેક બાળકોને પરમાણુ ઉર્જા વિષય ઉપર પુસ્તક પણ આપવામાં આવેલ.

Previous articleમોબાઈલ ટાવરમાંથી સ્પેરપાર્ટની ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા
Next articleકુંભારવાડામાં પેવીંગ બ્લોક રસ્તાનું થયેલું ખાતમુર્હુત