રોડના કામમાં ભ્રષ્ટાચારથી લોકોમાં રોષ

709
5.jpg

તળાજાથી સરતાનપર બંદર સુધીના ૯ કી.મી.નાં રોડનું વિસ્તરણ, સશક્તિકરણ માટેનું કામ ચાલી રહ્યુ છે. જેમાં સરકારી ગાઈડ લાઈનથી વિપરીત અને હલકી કક્ષાનું મટીરીયલ વપરાતુ હોવાની વ્યાપક અને ફરિયાદો ઉઠવા પામી છે અને કા.પા.ઈ.ને રજુઆત કરતા તેમનાં દ્વારા પણ ઉડાઉ જવાબ આપવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
તળાજાથી સરતાનપર બંદર સુધીનાં રોડનાં વિસ્તરણ કામમાં ભારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. હલકો ગુણવત્તાનું લાઈનમાં ભંગાણ પડયુ હોય જેનાં કારણે લાંબા સમયથી પ્રાણ પ્રશ્ન ઉભો થયો હોય તે રીપેરીંગ અંગે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. વિવીધ કામોમાં ઓછી અને હલકી કક્ષાનો માલ વાપરવામાં આવતો હોય આ અંગે સરતાનપર ગ્રામ પંચાયતનાં સરપંચ લક્ષ્મીબેન વીરાભાઈ ચુડાસમા દ્વારા જવાબદાર  અધિકારીઓને રજુઆત કરતા તેમણે હાલમાં અમે કામ અટકાવી શકીએ નહી પરંતુ તેની તપાસ કરાવશું જ્યારે ધારાસભ્ય દ્વારા પણ યોગ્ય જવાબ ન અપાતો હોવાનું જણાવ્યું હતું ત્યારે હલકી કક્ષાનાં કામને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. તળાજાથી સરતાન પર સુધીના ૯ કી.મી.ના વિસ્તરણ અને સશકિતકરણના કામમાં કોન્ટ્રાકટ દ્વારા અધીકારીઓના સહયોગથી ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને કોન્ટ્રાકટર સામે તપાસ કરી કામ બંધ કરી બ્લેક લીસ્ટ કરવા અને બીલ નહીં ચુકવવા પણ માંગ કરાઈ છે.

Previous article ચીકનગુનિયા રોગે ભરડો લેતા ત્રાહિમામ પોકારી ઉઠતા લોકો
Next article રાજુલાની સિન્ટેક્ષ કંપની સામે કર્મીઓના હલ્લાબોલ